ગયા વર્ષે વેબ સીરિઝ ‘ખાકી- ધ બિહાર ચેપ્ટર’ તમામ લોકોને પસંદ આવી હતી. કરણ ટૈકરની આ સીરિઝ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. નીરજ પાંડે ખાકીનું બીજુ ચેપ્ટર લઈને આવી રહ્યા છે.
ગયા વર્ષે વેબ સીરિઝ ‘ખાકી- ધ બિહાર ચેપ્ટર’ તમામ લોકોને પસંદ આવી હતી. કરણ ટૈકરની આ સીરિઝ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. પહેલી સીરિઝને ભવ્ય સફળતા મળ્યા પછી ડાયરેક્ટર નીરજ પાંડે ખાકીનું બીજુ ચેપ્ટર લઈને આવી રહ્યા છે. મંગળવારનો રોજ ‘ખાકી સીઝન 2’ની જાહેરાત કરવામાં આવી છે. આ અપકમિંગ સીરિઝનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
- Advertisement -
‘ખાકી સીઝન 2’ પ્રોમો
નેટફ્લિક્સ ઈન્ડિયાએ ઓફિશિય યૂટ્યૂબ ચેનલ પર વેબ સીરિઝ ‘ખાકી સીઝન 2’નો પ્રોમો શેર કર્યો છે. આ વિડીયોમાં કાયદો અને ક્રીમ વચ્ચે શાનદાર લડત જોવા મળી રહી છે. આ પ્રોમોમાં સ્ટાર કાસ્ટના ફેસને રિવીલ કરવામાં આવ્યો નથી.
વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘તમે બોલાવો અને અમે ના આવીએ. કટ્ટા અને કાયદાની કહાનીનો બીજો ભાગ, ‘ખાકી સીઝન 2’ આવી રહી છે.’ આ પ્રકારે ડાયરેક્ટર નીરજ પાંડેની આવનારી સીરિઝની જાહેરાત કરવામાં આવી છે. ‘ખાકી સીઝન 2’નો પ્રોમો જાહેર થયા પછી ફેન્સ આ સીરિઝની રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
- Advertisement -
દર્શકોને પહેલી સીઝન ખૂબ જ પસંદ આવી હતી
વર્ષ 2022માં ‘ખાકી- ધ બિહાર ચેપ્ટર’ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સીરિઝમાં કરણ ટૈકરે લીડ પાત્ર ભજવ્યું હતું. IPS અમિત લોઢાની શાનદાર ભૂમિકા ભજવી હતી. આ સીરિઝમાં પોલીસ અને અપરાધીઓ વચ્ચેના ઘમાસાણની સ્ટોરી દર્શાવવામાં આવી હતી. દર્શકોએ આ સ્ટોરીને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો હતો.
‘ખાકી સીઝન 2’માં શું દર્શાવવામાં આવશે, તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીરજ પાંડે ‘સ્પેશિયલ ઓપ્સની બે સીઝન, ધ ફ્રીલાંસર અને ખાકી’ જેવી શાનદાર સીરિઝ બનાવી ચૂક્યા છે.