ખાસ-ખબર ન્યૂઝ ઈં સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ તો અનેક છે પરંતુ આ કોલસાના ખનન પ્રકરણમાં બે એવા પણ મોટા માથા છે જેઓ રાજકીય પહોંચ અને રૂૂપિયાના જોરે ખનીજનો મોટો ધંધો કરી કરોડો કમાઈ રહ્યા છે કોલસાના ગેરકાયદેસર ખનનની દુનિયામાં વિઠ્ઠલ જાગાનું નામ જ કાફી છે ત્યારે હવે આ ખનિજ માફિયા પર તંત્રનો સકંજો કસવામાં આવ્યો છે કારણ કે જે કોલસાની કમાણીમાં રૂૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એની ધંધામાં કરાયું હતું હવે તંત્રનું બુલડોઝર તેના પર ફરી વળતું છે જેમાં થાનગઢના જામવાડી વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતરની ચોટીલા થાનગઢ રોડ પર આવેલી ફોરેસ્ટ વિભાગની અનામત જગ્યા પર હોટલ અને અન્ય ગેરકાયદેસર બાંધકામને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું જે બાદ હવે મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદેસર કોલસાના કૂવામાં પટકાયેલ લોડર ચાલકના મોત બાદ ગુન્હો નોંધી હવે આ પડતર કોલસાના કૂવાનો દંડ પણ આપવામાં આવ્યો છે ખાખરાળા ગામના સરકારી સર્વે નંબર 309 વળી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલી 28 જેટલી ખાણોની માપણી કરી આ તમામ ખાણો ખોદી કોલસો, સેન્ડ સ્ટોન, ફાયર કલે સહિતનો ખનિજ જથ્થો ચોરી કરતા વિઠ્ઠલ જગાભાઈ અલગોતરને રૂૂપિયા 50,60,79,160 /- રૂૂપિયાનો દંડ ફટકારી રૂૂપિયાની વસૂલાત અંગે નોટિસ પાઠવી હતી. ખનિજ માફિયાને કરોડો રૂૂપિયાના દંડની વસૂલાત માટેની નોટિસ પાઠવતા હવે આ રેલો અન્ય ખનિજ માફિયાઓના પગ નીચે પણ આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
મૂળીના ખાખરાળા ગામે કોલસાના ખનન સામે 50.60 કરોડની વસૂલાત અંગે નોટિસ ફટકારી



