ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના ખડીયા ગામે એક ગાય અને બે વાછરડાને ઝેરી અસર થયાના સમાચાર મળતા જ માણાવદર બજરંગ દળ અને ગૌરક્ષા દળની ટીમ પહોંચી હતી.
માણાવદર તાલુકાના છેવાડાનું ગામ ખડિયા ગામમાં ગઈ રાત્રીના 1 વાગ્યાના રોજ એક ગાય અને બે વાછરડાને ઝેરી અસર થવાની બાતમી માણાવદર બજરંગ દળ અને ગૌરક્ષા ટીમને મળતા રવિભાઈ બાલાસરાની આગેવાની હેઠળ મહિપાલસિંહ વાળા, કિશન ઠાકોર, કિશન મહેર, લાખાભાઈ રાવલીયા અને વિશાલ ઠાકોર સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા.
બાદમાં માણાવદર પશુ દવાખાનાના અધિકારીઓને જાણ કરાતા વેટરનરી ડોક્ટર કમલેશ સોલંકી સ્થળ ઉપર પહોંચીને આ કેવી રીતેની ઝેરી અસર થઈ તેની તપાસ કરવામાં આવી હતી. આ ગામમાં છ મહિનામાં ત્રીજીવાર ઘટના બની છે.ત્યારે બજરંગ દળના પ્રમુખ રવિભાઈ બાલાસરા એ જણાવ્યું હતું કે આ ખડીયા ગામમાં અગાઉ પણ ગૌવંશને ઝેરી વસ્તુ ખવડાવી હતી.અને ગૌવંશના મોત નીપજાવેલ હતા.ત્યારે ત્રીજીવાર આવી ઘટના બની છે. ત્યારે આ ગામમાં સતત બનતી ઘટનાને લીધે કડક કાર્યવાહીની માંગ કરી છે.