મુખ્યમંત્રીના આદેશ બાદ તાત્કાલિક રોડ પરના ખાડા પર થીંગડા મારવાની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજ્યમાં મેગાસીટી હોય કે બે ગામોને જોડતો રોડ દરેક જાહેર માર્ગો પર ખાડા રાજ જોવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની તો વાત જ કંઈક અલગ છે કારણ કે અહી રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે અંગે કહેવું મુશ્કેલ બને છે ત્યારે દર વર્ષે જે પ્રકારે તંત્ર પ્રિમોન્સુન કામગીરી કરતું હોય છે પરંતુ આ કામગીરી માત્ર કાગળો પર જ થતી હોય તે પ્રકારે રોડ પરના ખાડા યથાવત જોવા મળે છે. માત્ર ખાડા બ્રાયન બિલો પાસ કરી કોન્ટ્રાકટર અને અધિકારીઓ જ પોતાના ઘરનો ખાડો ભરતા હોય તેવું સ્પષ્ટ નજરે તારે છે તેવામાં આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ચોમાસાની સિઝન શરૂ થતા જ ઠેર ઠેર ખાડા રાજ સ્થપાયું છે તે પ્રકારે આખાય રાજ્યના મોટાભાગના શહેરોમાં પરિસ્થિતિ હોવાને લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસાની સિઝન પૂર્ણ થવાની રાહ જોયા વગર ખાડા બુરા માટે આદેશ આપ્યા હતા જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર પણ જાગ્યું હતું અને સુરેન્દ્રનગર મહા નગરપાલિકા તથા માર્ગ મકાન વિભાગના તંત્રે તત્કાલિક ધોરણે ખાડા બુરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી હતી જોકે આ ખાડા બુરવાની પ્રક્રિયા પણ તંત્રના વિકાસ જેવી તકલાદી હોવાનું જણાઈ આવે છે કારણ કે જે પ્રકારે માટીનો ઉપયોગ કરી ખાડા બુરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે તેમાં આ બાદના વરસાદે જ માટી ધોવાઈ જશે અને ભરીથી માટી નીચે દબાવેલા ખાડાઓ ઉભરાઈને રોડ પર આવી જશે જે બાદ ફરીથી રાહદારીઓને કમરતોડ ખાડામાંથી પસાર થવું પડશે ત્યારે તંત્ર દ્વારા દર વર્ષે કાગળો પર કરતા પ્રિમોન્સુન કામગીરી કરી આ વર્ષે રોડ રસ્તા પર પણ કરવી પડી છે.