યુથ કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામું
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ રીધમ જે.ગોસ્વમી એ કોંગ્રેસ પક્ષના તમામ હોદા પરથી રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે રીધમ ગોસ્વમી એ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને યુથ કોંગ્રેસ ના અધ્યક્ષ ને પત્ર લખી રાજીનામુ આપ્યું હતું અને પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેશોદ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ નહિ મળતા અને પ્રદેશ કક્ષા એ અનેક રજૂઆત કરતા સ્થાનિક આગેવાનો અને કાર્યકરો નું કોઈ સાંભળતા નથી જેના લીધે કોંગ્રેસ ના તમામ હોદા પરથી રાજીનામુ હતું અને એવા સંકેત આપ્યા હતા કે આગામી દિવસોમાં ભાજપ નો ખેસ ધારણ કરશે.