કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન શરૂ કરવામાં આવેલછે નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં 338થી વધું દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી તેમજ મોવાણાના ડો.નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં 80 દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી અને આંખોના જરૂયાતમંદ 97 જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ અને ભોજનના દાતાશ્રી તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો આ કેમ્પ કુલ 239 મો હતો અને આજ સુધીના કુલ 16732 દર્દીઓને કેમ્પમાં સફળ ઓપરેશન રહ્યા હતા
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


