હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે મારી શુભકામનાઓ પાઠવવા માંગુ છું
ભારતીય મૂળનો દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર કેશવ મહારાજ પણ રામભક્તિમાં રંગાયા છે. કેશવે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા પોતાની શુભકામનાઓ મોકલી છે. આ સમારોહ 22 જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર છે. કેશવ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે વિવિધ મંદિરોની મુલાકાત લે છે.
- Advertisement -
શું કહ્યું કેશવ મહારાજે ?
કેશવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે કહે છે, ‘દરેકને નમસ્કાર. હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે મારી શુભકામનાઓ પાઠવવા માંગુ છું. હું આશા રાખું છું કે આ વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક જ્ઞાન આવે. જય શ્રી રામ.’
Looking forward to the opening of the Ram Mandir in Ayodhya. May it bring peace and enlightenment to one and all. 🙏 @MaheshIFS pic.twitter.com/P8TGT8tteX
— Keshav Maharaj (@keshavmaharaj16) January 21, 2024
- Advertisement -
તમને જણાવી દઈએ કે કેશવ મહારાજના પૂર્વજો ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ડરબન ગયા હતા. કેશવ મોટાભાગે ધાર્મિક પ્રવૃતિઓમાં સામેલ રહે છે. તે ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતમાં હતો. અને આ પ્રવાસમાં તેમણે અનેક મંદિરોની મુલાકાત લીધી હતી.
કેશવે તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. તાજેતરમાં કેશવે કહ્યું હતું કે, તે ભવિષ્યમાં અયોધ્યા ચોક્કસ આવશે. મહત્વનું છે કે, જ્યારે પણ ‘ઓમ’ લખેલા બેટથી મહારાજ બેટિંગ કરવા આવે છે ત્યારે ડીજે તેમના સ્વાગત માટે રામ સિયારામ ગીત વગાડે છે. કેશવ હાલમાં SA20માં ડરબન સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. અત્યારે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપરના ભાગમાં છે. ટીમે અત્યાર સુધીની મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ એ જ મેદાન છે જ્યાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.
જો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વાત કરીએ તો તમામ દિગ્ગજ અયોધ્યા પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ તૈયારીઓનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર અને મુખ્ય કોચ અનિલ કુંબલે પણ પહોંચી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પણ અયોધ્યા આવી ચૂક્યા છે. સમારોહની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે એટલે કે 22 જાન્યુઆરી, સોમવારે એક ભવ્ય સમારોહમાં રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે.