પશ્ર્ચિમમાં દર્શિતા શાહે સૌથી વધુ 1.05 લાખની લીડ મેળવી રૂપાણીનો રેકોર્ડ તોડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક ગુજરાતીમાં અનેરી ઉત્સુકતા જોવા મળી રહી છે.ગોંડલ બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજા 43,313 લીડ સાથે અને કુલ 86,062 મત સાથે વિજેતા જાહેર થયા છે.
- Advertisement -
જસદણ બેઠકના ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળીયા વિજેતા જાહેર 16,172 મતની લીડ સાથે અને કુલ 63808 મત સાથે વિજેતા થયા છે. જયારે રાજકોટ પશ્ચિમ જે ભાજપનો ગઢ ગણાય છે અને આ જ બેઠક પરથી ઙખ મોદી અને પૂર્વ ઈખ વિજય રૂપાણી સહિતના નેતાઓ વિજયી થયા છે. આ બેઠક પર 2022માં ડો. દર્શિતા શાહ ચૂંટણી લડી રહ્યા છે અને આજે તેમણે પૂર્વ ઈખ વિજય રૂપાણીનો રેકોર્ડ તોડ્યો હતો અને ઐતિહાસિક 1,05,975ની લીડ સાથે કુલ 1,38,687 મત સાથે વિજેતા થયા છે. જયારે જેતપુર બેઠકના જયેશ રાદડિયા 83856ની લીડથી આગળ ચાલી રહ્યા છે. અને ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા 43000 લીડથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ રીબડા જૂથ કોંગ્રેસના ઉમેદવાર યતિશના સમર્થનમાં છે. ત્યારે ગોંડલમાં ગીતાબાને જંગી લીડ મળતા તેમના પતિ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહએ રીબડા જૂથનું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘કોઈ એમ કહેતું હોય કે આ અમારો વિસ્તાર છે, જનતાનું પરિણામ એમને મળ્યું કે નહીં!’ ટૂંકમાં રાજકોટની 8 બેઠકો પર ભાજપે મળી રહેલા પ્રચંડ જન પ્રતિસાદને પગલે આઠેય બેઠકો પર કમળ ખીલશે અને ભાજપની નિશ્ચિત થઈ રહી છે.
રીબડા પટ્ટો અમારો છે એવું કહેનારના દસ્તાવેજો રદ્દ થઈ ગયા છે: ગીતાબા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત બેઠક ગોંડલ પર રીબડા જૂથ અને ગોંડલ જૂથના બન્ને બળિયા આગેવાનો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ચૂંટણીના પરિણામ સાથે અંત આવ્યો છે. ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાની કુલ 86,062 મતની સાથે જીત થઈ છે બીજી તરફ રીબડા જૂથ કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈના સમર્થનમાં છે. ત્યારે ગોંડલમાં ગીતાબાને જંગી લીડ મળતા તેમના પતિ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર પ્રહાર કરતા કહ્યું હતું કે,’રીબડા પટ્ટો અમારો છે એવું કહેનારના દસ્તાવેજો રદ્દ થઈ ગયા છે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્યારેય કોઈનો વિસ્તાર હોતો જ નથી કોઈ વ્યક્તિનું કાંઈ હોતું જ નથી. છતાં લોકોએ સભાએ કરી,સરઘસ કર્યા અને પરિણામ શું આવ્યું એ તો સૌએ નિહાળ્યું. આજે જનતાની અદાલતમાં ચુકાદો જાહેર થયો છે અને જનતાએ ભાજપના ઉમેદવારને 43000 હજારની જંગી બહુમતીથી લીડ આપી છે. અને તેમાં જનતાએ પોતાનો ચુકાદો જાહેર કરી દીધો છે.
વ્યક્તિગત નહીં, ભાજપની જીત: ટીલાળા
રાજકોટ-70ના ઉમેદવાર રમેશ ટીલાળાની ભાજપની પ્રચંડ લીડ પર પ્રતિક્રિયા
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ લીડ મળી ત્યારે રાજકોટ વિધાનસભા 70ના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું 51 હજારથી વધુ મતની લીડથી આગળ છું. આ તકે રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે પક્ષમાં કાર્યકરોમાં કયાંય નારાજગી નથી, અમે બધા સાથે હતા.
તેમણે જણાવ્યું હતું કે દરેક મતદારોએ ખૂબ જ મતદાન કર્યું છે અને હાલ હું 51 હજારથી વધુ મતની લીડથી આગળ છું. ટીલાળાએ જણાવ્યું હતું કે દરેક કોર્પોરેશનના જે કામ હાલ ચાલુ છે. તે ઝડપથી આગળ ધપાવશું. વિકાસમાં અમે ચારેય ધારાસભ્યો ખૂબ જ કામ કરશું તેમાં કોઈ કચાશ નહીં રહેવા દઈએ. આગળના કામોનો રોડમેપ બનાવશું.
કોંગ્રેસની હાર માટે ઈન્દ્રનીલ રાજગુરુની પ્રતિક્રિયા
AAPને લીધે હાર્યા: ઈન્દ્રનીલ
ઈન્દ્રનીલે વિજેતા ઉદય કાનગડને અભિનંદન પાઠવી કહ્યું-પ્રજાનો ચુકાદો શિરઆંખો પર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-68 વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુએ પોતાની હારનો સ્વીકાર કરી તેમના હરીફ ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ જે નકકી કર્યું તે શિર આંખો પર, ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ ભાજપને મત આપ્યા છે તો એ પ્રમાણે મહાદેવ તેને સદ્બુધ્ધિ આપે અને ગુજરાતનું ભલુ થાય. ઈન્દ્રનીલે કોંગ્રેસની કરુણ હારનું ઠીકરું આમ આદમી પાર્ટી પર ફોડયું હ્તું. ઈન્દ્રનીલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે જ કામ કર્યું, જે પરિણામો બતાવે છે આપે તેનો બી ટીમ તરીકેના રોલ ભજવ્યો છે.
ચૂંટણીના પરિણામોમાં ‘આપ’ના રકાસ મામલે ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, મને ખબર જ હતી કે ‘આપ’ ગુજરાતમાં દેખાવ નહીં કરી શકે. લોકો ભાજપથી નાખુશ હતા, આમ આદમી પાર્ટીમાં મત વેડફવો નહોતો જોઈતો.