એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. પીએમએલએ કોર્ટમાં કેજરીવાલ કેસની સુનાવણી થોડા સમયમાં થશે. ત્યારે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર પણ બપોરે 2.30 વાગ્યાની આસપાસ સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી. પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.
ગુજરાત સહિત દેશમાં આપ કાર્યકર્તાનો દેખાવ
- Advertisement -
દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ગુજરત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ દેખાવ શરુ કર્યો હતો. ગુજરાતના સુરતમાં આપના કાર્યકર્તાઓ પોસ્ટર લઈને દેખાવ કરી રહ્યા હતા. જો કે પોલીસે સુરતમાં ઘણા આપ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
CJIએ કેસને અન્ય બેન્ચને મોકલ્યો
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે જસ્ટિસ સંજીવ ખન્ના પાસે જાઓ અને તમારી વાત રાખો, તેમની પાસે સ્પેશિયલ બેન્ચ છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સંજીવ ખન્નાની બેંચ આજે સુનાવણી કરશે.
- Advertisement -
અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે જ ધરપકડ થઈ હતી
દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વિનર અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ધરપકડથી બચવા માટે વચગાળાની સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા પછી ઈડીની ટીમ રાત્રે જ 10મુ સમન લઈને દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને લગભગ બે કલાકની પૂછપરછ પછી કેજરીવાલની ધરપકડ કરી હતી.