વાસ્તુના જાણકારો અનુસાર, ઘરમાં રાખેલી દરેક વસ્તુ વ્યક્તિનાં જીવન પર પોતાનો પ્રભાવ પાડે છે. એટલા માટે કોઈપણ વસ્તુને સાચી દિશા અને સાચી જગ્યા પર રાખવામાં આવે તો એ લાભકારી સાબિત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા જ અમુક પ્લાન્ટ્સ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં ન રાખવા જોઈએ. પરંતુ ઘણી વાર લોકો વધારે જાંકલારી ન હોવાને કારણે ઘરમાં કોઈપણ પ્લાન્ટ લગાવી દે છે. અજાણતા જ લગાવવામાં આવેલઆ પ્લાન્ટ તમારા વિનાશનું પણ કારણ બની શકે છે.
વાસ્તુનાં જાણકારો અનુસાર, ઘરમાં લાગેલા અમુક અશુભ પ્લાન્ટ્સ વ્યક્તિમાં તણાવ પેદા કરી શકે છે. ઉધારીમાં ડૂબાડી દે છે અથવા દુર્ભાગ્યનું કારણ બને છે. આવામાં વ્યક્તિ ધીરે ધીરે પતન તરફ આગળ વધવા માંડે છે. વાસ્તુનાં અમુક નિયમો ધ્યાન રાખવું આવી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી બની જાય છે. અમુક પ્લાન્ટ્સ નકારાત્મક ઉર્જા લાવે છે. વ્યક્તિની પ્રગતિમાં બધા બને છે. આવો જાણીએ આવા જ પ્લાન્ટ્સ વિશે.
- Advertisement -
કાંટાદાર પ્લાન્ટ્સથી બચો
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં અંદર અને આસપાસની જગ્યાઓ પર કાંટાદાર પ્લાન્ટ્સ ન લગાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ પ્રકારનાં પ્લાનટ્સ ઘરમાં તણાવ પેદા કરે છે. એટલું જ નહીં, આસપાસના લોકો સાથે પણ મતભેદ વધવા લાગે છે. આવામાં કેકટસ વગેરે પ્લાન્ટ્સને ઘરના ન લગાવવા જોઈએ.
નકારાત્મકતાનું બને છે કારણ
વાસ્તુનાં જાણકારો અનુસાર, ઘરમાં લાગેલા પ્લાન્ટ્સ નકારાત્મક ઉર્જાનું કારણ પણ બની શકે છે. આવામાં પરિવારની સુખ-શાંતિ ભંગ થવા માંડે છે. વ્યક્તિની પ્રગતિમાં બાધા ઉત્પન્ન થાય છે. આવામાં વાસ્તુ શાસ્ત્રમાં બેરીનો પ્લાન્ટ લગાવવાની ના પાડવામાં આવી છે. આ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલા માટે ઘરમાં તણાવ વધે છે અને દરિદ્રતા આવે છે.
- Advertisement -
વધવા લાગે છે ઉધાર
વાસ્તુ અનુસાર, ઘરમાં ખજૂરનું વૃક્ષ ક્યારેય ન હોવું જોઈએ. ઘણીવાર લોકો ઘર આંગણમાં આ વૃક્ષ એટલા માટે પણ લગાવે છે કેમકે તે દેખાવમાં સુંદર લાગે છે. પરંતુ તેને લગાવવાથી ઉધાર વધે છે. એટલું જ નહીં, તેના પ્રભાવથી ખર્ચાઓ પણ વધે છે અને પૈસા હાથમાં ટકતા નથી.
આમલીનું વૃક્ષ ન લગાવો
વસ્તુ શાસ્ત્ર અનુસાર, આમલીનું વૃક્ષ ઘરમાં હોવાથી નકારાત્મકતા વધે છે. આ લગાવવાથી ઘરમાં ભયનું વાતાવરણ રહે છે. એટલા માટે તેને લગાવવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આમલીનો છોડ ઘરમાં લગાવવાથી પરિવારનાં સદસ્યો વચ્ચે સંબંધોમાં ખટાશ આવી જાય છે.