હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં 2 વખત ગુપ્ત નવરાત્રી અને 2 વખત પ્રાગટ્ય નવરાત્રી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે.
26 સપ્ટેમ્બરથી આશો માસના શુક્લ પક્ષની નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસ માતા પૃથ્વી પર ભક્તોની વચ્ચે હોય છે. તેથી જેઓ સાચી ભક્તિ સાથે 9 દિવસ સુધી મા દુર્ગાની પૂજા-અર્ચના કરે છે તેમનાથી માતા પ્રસન્ન થાય છે અને તેમને ઈચ્છા અનુસાર ફળ આપે છે.
- Advertisement -
શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને નવરાત્રિ ઉત્સવ 4 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે અને 5 ઓક્ટોબરે વિજયા દશમીના રોજ દુર્ગા વિસર્જન સાથે સમાપ્ત થશે.
અખંડ જ્યોતિના ખાસ નિયમો
આ નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જ વ્યક્તિને અખંડ જ્યોતિનું ફળ મળે છે. આવો જાણીએ અખંડ જ્યોતિના નિયમ વિશે.
- Advertisement -
નવરાત્રિમાં અખંડ જ્યોતિ માટે જરૂર પાળો આ નિયમો
અખંડ જ્યોતિનો મતબલ છે કે જે ખંડિત ન હોય અથવા તો જે સ્ટોપ થયા વગર ચાલતું રહે. નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસ સુધી ઘરમાં માતા દુર્ગાની સામે અખંડ જ્યોત પ્રગટાવે છે. આવી સ્થિતિમાં લોકોએ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ઘરમાં એવું કોઈ કામ ન કરો જેનાથી ઘરની પવિત્રતા ભંગ થાય.
અખંડ આસ્થાનું પ્રતિક છે અખંડ જ્યોત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતિ અખંડ આસ્થાનું પ્રતિક છે. આવી સ્થિતિમાં માતાની સામે શુદ્ધ ઘીનો એક નાનો અને મોટો દીવો પ્રગટાવવો જોઈએ. અખંડ જ્યોતિમાં ઘી નાખતી વખતે અથવા તો બીજુ કંઈક કરતી વખતે જો જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની જ્યોતથી તેને ફરીથી પ્રગટાવી શકાય છે.
મળે છે હજારો ઘણુ વધુ ફળ
એવું માનવામાં આવે છે કે દીવા અથવા અગ્નિની સામે મંત્રનો જાપ કરવાથી હજારો ગણું વધુ ફળ મળે છે. જણાવી દઈએ કે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ મૂકવામાં આવે છે.
હવા ના લાગે તેની જગ્યાએ રાખો અખંડ જ્યોત
અખંડ જ્યોત એવી જગ્યાએ રાખો. જ્યાં જ્યોતને હવા ઓછી લાગે. જેનાથી તે ઓલવાવાનો ભય રહેશે નહીં.
ઘરમાં સાત્વિક ધર્મનું પાલન કરવું
જ્યાં સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત હોય ત્યાં સુધી ઘરના તમામ સભ્યોએ સાત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન માંસ, આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો.
અહીં ના રાખો અખંડ જ્યોત
ઘરમાં બાથરૂમ કે શૌચાલયની આસપાસ અખંડ જ્યોતિ ન રાખવી. આ દરમિયાન ઘરને તાળું ન લગાવો અને અખંડ જ્યોતને એકલી ન છોડો. ઘરમાં કોઈક સભ્ય હોવો જોઈએ.