નોર્થ ઈસ્ટમાં 5 દિવસથી રેલ કનેક્ટિવિટી ખોરવાઈ, જેસલમેરમાં ધોધમાર વરસાદ: મુંબઈમાં હાઈટાઈડ
ઉત્તરાખંડના સોનપ્રયાગમાં કેદારનાથ રૂટ પર RNDFએ લોકોને બચાવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન વિભાગે આજે દેશના 31 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. યુપી-બિહાર સહિત દેશના 27 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર (મધ્ય), કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
શુક્રવારે મોડી રાત્રે ઉત્તરાખંડના સોનપ્રયાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે કેદારનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસે મુસાફરોને થોડે દૂર સલામત સ્થળે રોકી દીધા છે.
- Advertisement -
રાજસ્થાનના 29 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ છે. શુક્રવારે જેસલમેર, જયપુર, સીકર, અલવર સહિત 25 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન, બુંદીમાં એક યુવક અને એક મહિલા, સિરોહીમાં એક બાળક અને ડુંગરપુરમાં એક યુવકનું વીજળી પડવાથી મોત થયું હતું.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈમાં દરિયામાં હાઈટાઈડ છે. તેના કારણે દરિયા કિનારાના રસ્તાઓને નુકસાન થયું છે. તેમજ, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ (ઝઅઝછ)ના મુખ્ય વિસ્તારને ચોમાસાને કારણે 1 જુલાઈથી ત્રણ મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, આસામ (દક્ષિણ) માં રેલવે લાઇન પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. આના કારણે શુક્રવારે સતત પાંચમા દિવસે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. તેમજ, કેરળના ઇડુક્કી જિલ્લામાં મુલ્લાપેરિયાર ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. તે 135.35 ફૂટ પર પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં 136 ફૂટના ભયજનક નિશાને પહોંચી શકે છે.