હિન્દૂઓની પવિત્ર ચારધામ યાત્રા ચાલી રહી છે. ચારધામ પૈકીનાં એક એવા કેદારનાથની ભવ્યતા વધારવા માટે વધુ એક પ્રોજેકટ લાગુ કરાયો છે.કેદારનાથ મંદિરની અઢીસો મીટર પહેલા સંગમ ઉપર ‘ગોલ પ્લાઝા’છે ત્યાં ‘ૐ’ની આકૃતિ મુકવામાં આવી રહી છે. 60 કિલો વજનની કાંસ્યની આ આકૃતિ ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવી છે.
તેને સ્થાપિત કરવા ચારેય બાજુ તાંબાથી વેલ્ડીંગ કરવામાં આવશે. હાઈડ્રો મશીન મારફત ‘ૐ’ આકૃતિ સ્થાપિત કરવાની ટ્રાયલ કરવામાં આવી હતી તે સફળ રહી હતી. એક સપ્તાહમાં સ્થાયીરૂપે તે સ્થાપિત થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ અંતર્ગત દ્વાદશ જયોતિલીંગ એવા કેદારનાથને સુરક્ષીત રાખવા પ્રથમ તબકકે મંદિર પરિસર તથા માર્ગનો વિસ્તાર કરાયો હતો હવે ગોલ પ્લાઝામાં આકૃતિ મુકવામાં આવી રહી છે.