ભારતનો સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાન-આધારિત ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC) નવી સીઝન સાથે ભવ્ય વાપસી માટે તૈયાર છે. આ વખતે પણ, આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એકવાર તેમના સુપરહિટ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 17)ની નવી સીઝન સાથે વાપસી કરી રહ્યા છે. સોની ટીવીએ શોનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં બિગ બી તેમના સામાન્ય અંદાજમાં રજીસ્ટ્રેશન ઓપન થવાની જાહેરાત કરતા જોવા મળે છે.
- Advertisement -
View this post on Instagram
ભારતનો સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાન-આધારિત ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC) નવી સીઝન સાથે ભવ્ય વાપસી માટે તૈયાર છે. આ વખતે પણ, આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. આ નવી સીઝનની શરૂઆત કરતાં, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન એક નવું અને પ્રેરણાદાયી અભિયાન શરૂ કર્યું છે – ‘જહાં અકલ હૈ, વહાં અકડ હૈ’.
- Advertisement -
ઘણા ચાહકો આ સમાચાર સાંભળીને એક્સાઈટેડ થઈ ગયા છે, જયારે કેટલાકને આશ્ચર્ય પણ થયું કે આ શો આટલી જલ્દી પાછો આવી રહ્યો. એક યુઝરે લખ્યું, ‘એવી અફવાઓ હતી કે તમે આ સત્રમાં ભાગ નહીં લો. તમને જોઈને મને આનંદ થયો.
બિગ બીના પ્રોમો પર ચાહકો ફિદા
ચાહકોને શોનો આ પ્રોમો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમિતાભ બચ્ચનની દમદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. તેમનો આઇકોનિક અવાજ અને અનોખો અંદાજ દર વખતની જેમ દર્શકોને આકર્ષિત કરી રહ્યો છે.