મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં બારાદરીના જોગી નવાદામાં કાવડિયાઓ પર શાહ નૂરી મસ્જિદ પરથી પથ્થરમારો થયો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. કાવડિઓ પર ગંદુ પાણી તથા કીચડ પણ ફેકવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. કાવડિયાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પથ્થરમારો કરવા માટે અગાઉથી જ યોજના ઘડી કાઠવામાં આવી હતી. બજારોમાં તમામ દુકાનોને જાણી જોઈને બંધ કરાવી દેવામાં આવી હતી. બરેલીના અસરગ્રસ્ત વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. આ ઘટના સર્જાયા બાદ બરેલીમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.
દરમિયાન કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં એક મસ્જિદ તરફથી જાહેરાત કરવામાં આવી રહી હતી કે હિંસક પ્રવૃતિ ન કરશો, કારણ કે વીડિયો બની રહ્યા છે.