GI ટેગ મળતા કિંમત રૂ.3.25 લાખ કિલો
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્ર્મીરનું કેસર ચાંદી કરતા લગભગ પાંચ ગણું મોંઘુ થઈ ગયું છે. કેસરના 10 ગ્રામના પેકેટની કિંમત લગભગ 3250 રૂૂપિયા છે, જે 47 ગ્રામ ચાંદીની બરાબર છે. અહેવાલો મુજબ જયોતિગ્રાફીકસ ઈન્ડીકેશન (જીઆઈ) ટેગ મળ્યા બાદ કાશ્ર્મીરની ખીણમાં કેસરની કિંમત રૂૂા.3.25 લાખ કિલોની થઈ ગઈ છે. જીઆઈડી ટેગ એ ઉત્પાદનોને આપવામાં આવે છે, જે એક ખાસ ભૌગોલિક ક્ષેત્રમાં થાય છે. ટેગ ઘરેલુ મસાલાને ગ્લોબલ માર્કેટમાં ઈરાની કેસરના મુકાબલે મદદ કરી છે.
- Advertisement -
કાશ્ર્મીરના એગ્રીકલ્ચર ડાયરેકટર ચૌધરી મોહમ્મદ ઈકબાલે જણાવ્યું હતું કે કાશ્ર્મીરી કેસર દુનિયાનું એકમાત્ર જીઆઈ ટેગવાળુ છે. અમેરિકા, કેનેડા અને યુરોપના ખરીદી કરનારાઓએ કાશ્ર્મીર પાસેથી કેસર લેવાનું શરૂૂ કર્યું છે. ખેડૂતોને પાકના સારા પૈસા મળી રહ્યા છે અને વેપારી પણ સારા પૈસા કમાઈ રહ્યા છે. બિઝનેસમેન ઈરફાન ફુગાવાનીએ જણાવ્યું હતું કે કાશ્ર્મીરના ખેડૂત અસલી ચીજ તરીકે ઈરાની કેસરનાં પડકારને પાર કરવામાં સક્ષમ રહ્યા છે. ઈરાનનું કેસર ભારતીય કેસર માટે દુનિયાના બજારોમાં ઘણુ મુશ્ર્કેલી પેદા કરી રહ્યું છે. તેને કાશ્ર્મીરનું કેસર કહીને વેચવામાં આવતું હતું પણ જીઆઈ ટેગ મળવાથી તેને ભારતીય કેસર તરીકે વેચાતું રોકવામાં મદદ મળી રહી છે.