બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાના અંગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં, તે એક્ટ્રેસ શ્રીલીલા સાથેના ડેટિંગની અફવાઓને કારણે સમાચારમાં છે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યૂમાં, કાર્તિક આર્યને પોતાની લવ લાઈફ વિષે વાત કરી હતી.
કાર્તિક આર્યને પોતાની પર્સનલ લાઈફ વિષે કરી વાત
- Advertisement -
કાર્તિક આર્યને ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘હું કોઈને પણ ડેટ કરી રહ્યો નથી. હું સિંગલ જ છું. કોઈ સાથે રિલેશનશિપમાં નથી. પહેલાં મારી ડેટિંગ લાઈફ વિશે ઘણી અફવાઓ હતી. કેટલીક સાચી હતી, તો કેટલીક ખોટી. ઘણી વખત મને મીડિયામાંથી પણ ખબર પડી કે મારું નામ કોઈની સાથે જોડાઈ રહ્યું છે. ક્યારેક કોઈ એક ફોટો જોઈને પણ લોકો ઘણી સ્ટોરી બનાવી લેતા હોય છે. આથી હવે હું મારી પર્સનલ લાઈફને લઈને પહેલા કરતા વધુ સાવધ થઇ ગયો છું.’
કાર્તિક અને શ્રીલીલા એક રોમેન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળશે
કાર્તિક આર્યન અને શ્રીલીલા પહેલીવાર કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. અનુરાગ બાસુની આગામી રોમેન્ટિક ફિલ્મમાં બંને પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દિવાળી 2025 પર રિલીઝ થશે. તાજેતરમાં, બંને સિક્કિમમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, જ્યાં તેઓ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને દિગ્દર્શક અનુરાગ બાસુને મળ્યા હતા. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેમની સાથેનો ફોટો શેર કરીને તેમના કામના વખાણ કર્યા હતા.
- Advertisement -
કાર્તિકનું નામ કઈ-કઈ એક્ટ્રેસ સાથે જોડાયું છે?
કાર્તિક આર્યનનું નામ પહેલા સારા અલી ખાન, અનન્યા પાંડે અને તારા સુતારિયા સાથે જોડાઈ ચૂક્યું છે. ખાસ કરીને ફિલ્મ લવ આજ કલ 2 ના શૂટિંગ દરમિયાન, સારા સાથેના તેના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ પછી, હવે એવી અફવાઓ છે કે અભિનેતા તેની કો-સ્ટાર શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે, આ બાબતે સ્પષ્તા કરતા કાર્તિક આર્યને પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે સ્પષ્તા કરી હતી.