ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં રોમાન્સ ગુજરાતી સ્ટાઇલનો હોવાથી ગુજરાતીઓને ટિઝર જોવાની મજા આવી
- Advertisement -
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનું મ્યુઝીકલ લવ સ્ટોરીના ટેગ સાથે પ્રમોશન ચાલી રહ્યું છે. રોમાન્સની મ્યુઝીકલ રજુઆત કરતા ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં કાર્તિક અને કિયારા અમદાવાદની આગવી ઓળખ સમા અટલ બ્રીજ પર ગરબે ઘુમીને રોમાન્સ કરતાં જોવા મળે છે. તેમની પાછળ કલાકારોનું એક ગ્રુપ ગરબે ઘુમી રહ્યું છે. અમદાવાદમાં કાર્તિક અને કિયારાનો આ રોમાન્સ ગુજરાતી સ્ટાઇલનો હોવાથી ગુજરાતી ઓડિયન્સને ટીઝર જોવાની મજા આવી છે.
કાર્તિક અને કિયારા અગાઉ ભુલ ભુલૈયા-2માં સાથે આવી ચુકયા છે. તેઓ બીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. ‘બાતે જો કભી પૂરી ના હો, વાદે જો કભી અધૂરે ના હો, હંસી જો કભી કમ ના હો, આંખે જો કભી નમ ના હો, ઔર અગર હો તો ઇસ ઇતના જરૂર હો, આંસુ ઉસકે હો ઔર આંખે મેર હો’ પંકિત સાથે કાર્તિક અને કિયારાની આ ફિલ્મનું ટીઝર શેર થયું છે. ફિલ્મમાં મ્યુઝીકલ રોમાન્સ હોવાનું એલાન કરતા આ ટીઝરમાં કાર્તિક અને કિયારાની કેમેસ્ટ્રી જામી રહી છે.
સત્ય પ્રેમ કી કથાને સાજિદ નડિયાદવાલાએ પ્રોડયુસ કરી છે. ફિલ્મમાં કાર્તિક સત્ય પ્રેમ અને કિયારાએ કથાનો રોલ કર્યો છે. ટીઝરમાં કાર્તિક અને કિયારા ફેરા ફરતા નજરે પડે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે અને આ બંનેના પ્રેમની ઝલક જોવા મળે છે.
- Advertisement -
ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ગજરાજ રાવ, સિધ્ધાર્થ રાંદેરીયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિર્મિત સાવંત અને શિખા તલસાણિયા પણ મહત્વના રોલમાં છે. ર9મી જુને ફિલ્મ રીલીઝ થવાની છે. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે લગન બાદ કિયારાની આ પહેલી ફિલ્મ છે. કાર્તિકની પાછલી ફિલ્મ શહઝાદા ફલોપ રહી હતી.