-5000 જેટલા લોકો પર સ્વાસ્થ્ય વિભાગની નજર
જિલ્લામાં મચ્છરોમાં ઘાતક જીકા વાયરસ હોવાનું બહાર આવતા કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજયના 68 અલગ અલગ સ્થળો પર મચ્છરોના શરીરમાં જીકા વાયરસની હાજરીનો ટેસ્ટ કરાયો હતો.
- Advertisement -
આ જ રીતે ચિકકાબલ્લાપુર જિલ્લાના 6 સ્થળોએથી સેમ્પલ લેવામાં આવેલ. જીકા વાયરસ સિદલાઘટ્ટા તાલુકાના તાલાકાયાલાબેટ્ટા ગામના મચ્છરોમાં મળી આવ્યા હતા. જેને લઈને સ્વાસ્થ્ય અધિકારીઓ તરત જ કાર્યવાહીમાં લાગી ગયા અને વાયરસના ફેલાવાને રોકવા માટે નિવારક ઉપાય શરૂ કરી દીધા.
સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી પહેલા જ ખાસ બેઠકો આયોજીત થઈ ચૂકી છે. અધિકારીઓએ 30 ગર્ભવતી મહિલાઓ અને તાવના લક્ષણોવાળા 7 વ્યક્તિઓના બ્લડના સેમ્પલો એકત્ર કરાયા છે તેને પરીક્ષણ માટે બેંગ્લુરુ મોકલાયા છે. સ્વાસ્થ્ય અધિકારી ક્ષેત્રના લગભગ 5 હજાર લોકો પર કડક નજર રાખી રહ્યા છે. જીકા વાયરસ એક મચ્છરજન્ય સંક્રમણ છે.