કર્ણાટક સરકાર એવા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ વસૂલવાનું શરૂ કરશે જેમની આવક રૂ. 1 કરોડથી વધુ છે, આ વાતને લઇને ભાજપે કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરો પાસેથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ અંગે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલ ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024’ પણ પસાર કરવામાં આવ્યું છે. એવામાં હવે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક સરકારને ‘હિંદુ વિરોધી’ ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ મંદિરોમાંથી ટેક્સ વસૂલ કરીને પોતાની ખાલી તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
વાસ્તવમાં, કર્ણાટક સરકાર એવા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ વસૂલવાનું શરૂ કરશે જેમની આવક રૂ. 1 કરોડથી વધુ છે અને જે મંદિરોની આવક રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે છે તેમની પાસેથી 5 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. આ વાતને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ರಾಜ್ಯದಲ್ಲಿ ಸರಣೀ ರೂಪದಲ್ಲಿ ಹಿಂದೂ ವಿರೋಧಿ ಧೋರಣೆ ಅನುಸರಿಸುತ್ತಿರುವ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಇದೀಗ ತನ್ನ ಬರಿದಾಗಿರುವ ಬೊಕ್ಕಸ ತುಂಬಿಸಿಕೊಳ್ಳಲು ಹಿಂದೂ ದೇವಾಲಯಗಳ ಆದಾಯದ ಮೇಲೂ ವಕ್ರ ದೃಷ್ಟಿ ಬೀರಿ ಹಿಂದೂ ಧಾರ್ಮಿಕ ಸಂಸ್ಥೆಗಳ ಮತ್ತು ಧರ್ಮಾದಾಯ ದತ್ತಿಗಳ ವಿಧೇಯಕವನ್ನು ಮಂಡಿಸಿ ಅಂಗೀಕಾರ ಪಡೆದು ಕೊಂಡಿದೆ.
ಇದರ ಅನುಸಾರ ಇನ್ನು ಮುಂದೆ 1… pic.twitter.com/UwcN7yjjss
- Advertisement -
— Vijayendra Yediyurappa (@BYVijayendra) February 21, 2024
કર્ણાટક બીજેપી અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. એમને સોશિયલ મીડિયા એકસ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે. હવે તેની હિંદુ મંદિરોની આવક પર ચાંપતી નજર છે. સરકારે તેની ખાલી તિજોરી ભરવા માટે હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ પસાર કર્યું છે. સરકાર હિંદુ મંદિરોમાંથી ભંડોળ એકત્ર કરીને તેના અન્ય ઉદ્દેશ્યો પૂરા કરશે.
વિજયેન્દ્રએ કહ્યું કે સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરો પાસેથી આવકના 10% ટેક્સ વસૂલશે. ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવતા પૈસાનો ઉપયોગ મંદિર અને ભક્તોની સુવિધા માટે કરવો જોઈએ. જો તે અન્ય કોઈ હેતુ માટે ફાળવવામાં આવશે તો તે લોકો પર હિંસા અને છેતરપિંડી હશે. યેદિયુરપ્પાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કર્ણાટક સરકાર માત્ર હિન્દુ મંદિરોને જ કેમ નિશાન બનાવી રહી છે. અન્ય ધર્મો કેમ નહીં?
તેની સામે કોંગ્રેસે પણ ભાજપના પ્રહારો પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે અને એમ પણ કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે.