બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં કર્ણાટક હાઈકોર્ટ જામીન અરજીઓની સુનાવણી કરી રહી છે, ત્યારે રાજ્ય સરકારે આરસીબી અને બીસીસીઆઈ પર આરોપ લગાવ્યો છે કે તેઓ અનધિકૃત આયોજન, ખોટી માહિતી અને ગંભીર ગેરવહીવટના કારણે 11 લોકોના મોત થયા.
કર્ણાટકનો આરસીબી પર યોગ્ય ટિકિટ માહિતી વિના ભીડને આમંત્રણ આપવાનો આરોપ
- Advertisement -
રાજ્ય સરકારનું કહેવું છે કે વિજય પરેડ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી ન હતી
આરસીબી આયોજકો સાથે સુરક્ષા કરાર હેઠળ બીસીસીઆઈને પણ દોષિત ઠેરવવામાં આવ્યો
કર્ણાટક સરકારે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને BCCIને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. સરકારે હાઇકોર્ટમાં જણાવ્યુ કે આ ઇવેન્ટ માટે કોઇ પરવાનગી લેવામાં આવી નહતી અને આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા ’આખી દુનિયાને બોલાવી લીધી હતી’.
- Advertisement -
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ શશિ કિરણ શેટ્ટીએ કોર્ટમાં જણાવ્યું કે RCBએ 29 મેએ પંજાબ વિરૂદ્ધ મેચ જીતી લીધી હતી. તેમ છતા તેમને ના તો જીતની ઉજવણી (વિક્ટરી પરેડ) કાઢવાની પરવાનગી લીધી અને ના તો સ્ટેડિયમમાં ઉજવણી માટે પરમિશન માંગી હતી. શેટ્ટીએ જણાવ્યુ- 3 જૂને મેચ શરૂ થવાના એક કલાક પહેલા આયોજકોએ તંત્રને એક પત્ર લખ્યો હતો જેમાં લખ્યુ હતું કે તે વિક્ટરી પરેડનું આયોજન કરશે. એટલે કે તે પરવાનગી માંગતા નહતા માત્ર પોતાના પ્લાનની જાણકારી આપતા હતા.
તેમ છતા RCBએ 3 જૂનની રાત્રે 11:30 વાગ્યાથી લઇને 4 જૂન સવાર સુધી સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરી હતી જેમાં ફેન્સને વિક્ટરી પરેડ અને સેલિબ્રેશનમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા હતા. એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું- એવું લાગી રહ્યું હતું જેમ આખી દુનિયાને બોલાવી લેવામાં આવ્યા હોય. વકીલે જણાવ્યું કે સ્ટેડિયમની બહાર આશરે 3.5થી 4 લાખ લોકો પહોંચી ગયા હતા.
જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 33000 લોકોની જ હતી. વકીલે કહ્યું કે આયોજકોએ એમ પણ નહતું જણાવ્યુ કે અંદર કોને આવવા દેવામાં આવ્યા, તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં માત્ર એટલુ લખ્યુ હતું કે તમામ ફેન્સ આવે અને ટીમ માટે ચીયર કરે.