ભાજપે મંગળવારે કર્ણાટકમાં ૧૦ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ૧૮૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે તો પૂર્વ સીએમ બી એસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર પિતાની બેઠક શિકારીપુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ ચિક્કમગલુરુ બેઠક પરથી ચૂંટણી લડશે અને રાજ્ય મંત્રી આર અશોકા કનકપુરામાં રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર સામે ચૂંટણી લડશે.
નવી દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાના નિવાસસ્થાને બેઠક કરવામાં આવી હતી જ્યાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઇ સહિતના નેતાઓ હાજર હતા અને ત્યાર બાદ આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
આગામી ચૂંટણીમાં ભાજપને આકરી ટક્કર જોવા મળશે. કર્ણાટક, દક્ષિણ ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં ભાજપની સરકાર છે, તેણે 40 વર્ષમાં ક્યારેય સત્તા પર પાછી ફરી નથી. સરકારના તેના બંને કાર્યકાળમાં (2008-13 અને 2019 થી અત્યાર સુધી), ભાજપ કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી જીતી શક્યું ન હતું, પરંતુ આ વખતે પક્ષને આશા છે કે નરેન્દ્ર મોદી ફેક્ટર તેની એન્ટી ઇન્કંબંસી ભૂંસી નાખશે અને 224 સભ્યોની વિધાનસભામાં 113નો હાફ-વે માર્ક ક્રોસ કરવામાં મદદ કરશે.