કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી દરે ચાલતી હોસ્પિટલના ઉપક્રમે કાર્યક્રમ
કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ શામજીભાઇ રૈયાણી, ડો.મહેશ ગુંદણિયા, કૈલાશભાઇ મોવલિયા, મહેન્દ્રભાઇ કનેરીયા અને ભરતભાઇ સોરઠીયા
‘ખાસ-ખબર ન્યૂઝ’ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા.
- Advertisement -
28 ફેબ્રુઆરીને શનિવારે સાંજે 8 કલાકે શિલ્પન નોવાની સામે ગંગોત્રી પાર્ક મેઇન રોડ ખાતે કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં સેવાભાવી આરોગ્ય સેવાના ક્ષેત્રે અગત્યનું કાર્ય કરતી કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા આગામી તા. 28/02/2026, શનિવારે સાંજે કર્મયોગ ગાથા હાસ્યની થેરેપી નામનો વિશાળ જાહેર હાસ્યરાસ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ જાણીતા હાસ્યકલાકાર સાઈરામ દવે ના સાનિધ્યમાં યોજાશે. હોસ્પિટલના વ્યાપને વધારી વધુને વધુ દર્દીઓને લાભ મળે અને સમાજના સેવાભાવી લોકો તથા શ્રેષ્ઠીઓ સંસ્થાથી જોડાય તે હેતુસર આ હાસ્યરાસનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી રોડ, શિલ્પન નોવા સામે (બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સામેનો માર્ગ) ખાતે નિ:શુલ્ક યોજાશે. ટ્રસ્ટ તરફથી સેવાભાવી નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શુભજીવન બિલ્ડર્સના જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી, મુખ્ય યજમાન પાણ હેલ્થના મનસુખભાઇ પાણ, ગોકુલ સ્નેકસના પ્રફુલ્લભાઇ હદવાણી, સહ યજમાન મિતલભાઇ સૈજા, ધર્મેશભાઇ મકાતી, નરેન્દ્રભાઇ માથોલીયા, ઉપયજમાન રાજેનભાઇ કોરડિયા, હિતેષભાઇ રૈયાણી, કલ્પેશભાઇ વસોયા, બંકિમભાઇ મહેતા અને પ્રવિણભાઇ પીપળિયા રહેશ. તેમજ ઇવેન્ટ પાર્ટનર તરીકે ઉમિયા મંડપ ડેકોરેશન, પટેલ કેટરર્સ અને રામદૂત સાઉન્ડ રહેશે. સમાજસેવાના આ અનોખા પ્રયાસમાં હાસ્ય અને આરોગ્યને એકસાથે જોડતી કર્મયોગ ગાથા હાસ્યની થેરેપી કાર્યક્રમ રાજકોટવાસીઓ માટે યાદગાર સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્મયોગ ગાથા હાસ્યની થેરેપી માત્ર મનોરંજન પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવવાનો એક પ્રયાસ છે. હાસ્ય દ્વારા લોકોમાં સકારાત્મકતા અને આનંદ ફેલાવવા સાથે મહત્વપૂર્ણ સેવા સાથે તેને જોડવામાં આવી છે. આ કાર્યક્રમ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી દરેક વર્ગના લોકો હાજરી આપી શકે છે. કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ શામજીભાઇ રૈયાણી, ડો.મહેશ ગુંદણિયા, કૈલાશભાઇ મોવલિયા, મહેન્દ્રભાઇ કનેરીયા અને ભરતભાઇ સોરઠીયા, વર્કિંગ કમિટી તથા સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
માનવતાનો મહાયજ્ઞ: કર્મયોગ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન, 500થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાશે
કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જાણીતા હાસ્યકલાકાર સાઈરામ દવેના સાનિધ્યમાં કર્મયોગ ગાથા હાસ્યની થેરેપી નામનો નિ:શુલ્ક જાહેર હાસ્યરસ યોજાશે તેની સાથે જ વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પમાં 500થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના આગેવાનોનો વિશ્વાસ છે કે રાજકોટ તથા આસપાસના વિસ્તારોના સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરશે. રક્તદાન દ્વારા અનેક ગંભીર દર્દીઓ, અકસ્માત પીડિતો અને સર્જરી માટે રાહ જોઈ રહેલા દર્દીઓને સમયસર જીવનરક્ષક મદદ મળી શકશે. આ કેમ્પ આરોગ્યક્ષેત્રે એક સશક્ત પહેલ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી હાસ્યરસનો આનંદ માણવા તેમજ રક્તદાન કરીને જીવન બચાવવાના પવિત્ર કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
સેવાભાવી દરે આધુનિક સારવાર
રાજકોટના રૈયા રોડ ખાતે આવેલી યુનાઇટેડ કેર હોસ્પિટલ છેલ્લા પાંચ વર્ષથી 100 બેડની મંજૂરી સાથે તદ્દન સેવાભાવી ધોરણે કાર્યરત છે. હોસ્પિટલમાં 12 બેડનું આધુનિક ઈંઈઞ, 7 બેડનો ઇમરજન્સી વિભાગ, 6 બેડની ડાયાલિસિસ સુવિધા અને 8 બેડનો ફિઝિયોથેરાપી વિભાગ ઉપલબ્ધ છે. હાલમાં રાજકોટના નામાંકિત ડોકટરો ફક્ત રૂ.100માં ઘઙઉ સેવા આપી રહ્યા છે. ઈંઈઞ તેમજ વિવિધ ઓપરેશનો પણ રાહત દરે કરવામાં આવે છે. સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી રૂ.5,000 અને સિઝેરિયન ફક્ત રૂ.15,000ના સેવાભાવી દરે કરવામાં આવે છે. કર્મયોગ લેબોરેટરીમાં તમામ તપાસો ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. મેમોગ્રાફી માત્ર રૂ.700 અને સોનોગ્રાફી રૂ.350માં કરવામાં આવે છે. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં પણ દવાઓ અને મેડિકલ સામગ્રી સેવાભાવી દરે મળે છે. તાત્કાલિક પરિસ્થિતિઓમાં દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અથવા બહારગામથી રાજકોટ લાવવા માટે ઈંઈઞ એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત છે. દર્દીઓ તેમજ દાતાઓ વધુ માહિતી માટે યુનાઇટેડ કેર હોસ્પિટલ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમથી આગળ, તુલસી સુપર માર્કેટની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ (ગુજરાત) પર રૂબરૂ અથવા મોબાઇલ નંબર 8090080071 પર સંપર્ક કરી શકે છે.



