ફ્રી સેમિનારમાં ઉપસ્થતિ રહેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આપણને મળેલો માનવદેહ અનમોલ છે આપણી જિંદગી ખુબસુરત છે પરંતુ કર્મજ્ઞાનના અભાવ અને સમજ ન હોવાને કારણે ઘણીવાર વ્યક્તિને પોતાની જિંદગી ભારરૂપ લાગે છે જેને કારણે આજે સમગ્ર વિશ્વમાં આપઘાત, માનસિક તણાવ અને અત્યાચારનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહીયુ છે. વર્તમાનમાં જે પણ ફળ આપણને મળી રહીયુ છે તે ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે. ત્યારે જીવનની દરેક પળને મોજથી વિતાવવા કર્મજ્ઞાનને સમજી જીવનમાં ઉતારવું અત્યંત જરૂરી છે આ માટે કર્મયોગી અને મોટિવેશન ગુરુ ડો.રાજીવ મિશ્રા છેલ્લા 18 વર્ષથી સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે. ખુશ થઈને કામ કરસો તો ખુશી અને સફળતા બને મળશે આ ચમત્કારિક સૂત્રના રચયિતા ડો. રાજીવ મિશ્રા દ્વારા 5 જાન્યુઆરી 2025ને સવારના 9 થી 11 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં કર્મજ્ઞાન પર નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં હાજર રહેવા માટે વ્હોટ્સએપ નંબર 8511829002-9898181917-9978297598-9428788642 પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. આ સેમિનારને સફળ બનાવવા કર્મયોગ મંદિરની સમગ્ર ટીમ કાર્યરત છે.



