સુજોય ઘોષના આગામી પ્રોજેક્ટ ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સ’માં કરીના જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે સ્ક્રીન શૅર કરશે
પાવરહાઉસ પરફોર્મર્સ જયદીપ અહલાવત અને વિક્રમ વર્મા સાથે કરીના કપૂરનો સ્ટાર પાવર આ પ્રોજેક્ટને ચોક્કસ એક અલગ સ્તર પર મુકશે
બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હવે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહી છે. તે સુજોષ ઘોષની ફિલ્મમાં કામ કરશે. કરીના હાલમાં બહેન કરિશ્મા તથા બંને બાળકો સાથે માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે.
2005માં આ જ નામથી પ્રગટ થયેલી કેઇગો હિગાશિનોની નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે. કેઇગોની આ ગેલિલિયો ડેટેક્ટિવ સિરીઝને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે સુજોય ઘોષ જેવા માતબર ડાયરેક્ટર આ નવલકથા પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. પાવરહાઉસ પરફોર્મર્સ જયદીપ અહલાવત અને વિક્રમ વર્મા સાથે કરીના કપૂરનો સ્ટાર પાવર આ પ્રોજેક્ટને ચોક્કસ એક અલગ સ્તર પર મુકશે. ડિવોર્સી સિંગલ મધર જે એમ માને છે કે તે તેના પૂર્વ પતિથી છૂટકારો મેળવી ચૂકી છે તેની જિંદગીમાં તેનો વર પાછો ફરે છે. ખંડણીના પૈસાની માંગણી કરે છે, મામલો બિચકે છે અને પૂર્વ પતિનું મોત થાય છે. આ કથામાં અનેક વળાંકો છે.
- Advertisement -
આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મમાં કરીનાની સાથે જયદીપ અહલાવત, વિજય વર્મા જોવા મળશે. કરીનાએ હાલમાં જ સો.મીડિયામાં આ અંગે જાહેરાત કરી હતી. વીડિયોમાં કરીના ફિલ્મની ક્રૂ સાથે જોવા મળી હતી.
https://www.instagram.com/p/CbJfN-kKhFC/
આ ફિલ્મ જાપાનીઝ લેખક કેઇગો હિગાશિનોની બુક પર આધારિત છે. પુસ્તક 2005માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ બુક લેખકની બેસ્ટ સેલર રહી હતી. બુકે અનેક અવોર્ડ જીત્યા હતા.
- Advertisement -
કરીના કપૂર ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ઉપરાંત કરીના ડિરેક્ટર હંસલ મહેતાની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મથી કરીના પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરશે.
કરીના કપૂરે આજે આ પ્રોજેક્ટના સ્ક્રીપ્ટ રિડીંગ સેશનનો વીડિયો શૅર કર્યો હતો. આ ફિલ્મ 12th સ્ટ્રીટ એન્ટરટેઈનમેન્ટ અને નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ બાઉન્ડસ્ક્રીપ્ટ અને ક્રોસ પિક્ચરર્સ સાથે મળીને પ્રસ્તુત થઇ રહી છે. જય શેવાકરમાની અને અક્ષય પૂરી, સુજોય ઘોષ અને થોમસ કિમના પ્રોડક્શનમાં બની રહી છે.
બીજા દીકરા જેહના જન્મ પછી આ કરીના કપૂરનો પહેલો પ્રોજેક્ટ છે. ઓટીટી ડેબ્યૂને લઇને પોતે એક્સાઇટેડ છે તે વાત પણ તેણે અન્ય ન્યૂઝ પોર્ટલ પર કહી છે. તેણે આ વાત કરતાં સૈફે ‘સેકરેડ ગેઇમ્સ’માં કરેલા કામનો ઉલ્લેખ પણ કર્યો અને ઓટીટી તેને માટે નવું છે પણ અજાણ્યું નથીની વાત કરી. કરીના કપૂર આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં પણ જોવા મળશે.
જયદીપ અહલાવતે યશરાજની ફિલ્મ `મહારાજ` ગયા વર્ષે પુરી કરી છે, ત્યાર બાદ બીબીસીના શો `ગિલ્ટ`ના હિંદી અડાપ્ટેશન બ્લડી બ્રધર્સમાં મોહંમદ ઝિશાન અયુબ સાથે `બ્લડી બ્રધર્સ`માં કામ કર્યું છે જે 18મી માર્ચે ઝી5 પર રિલીઝ થશે.