બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ બીજી વખત માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. કરીના કપૂર ખાન ગયા રવિવારે બીજી વાર માતા બની હતી. તેણે દીકરાને મુંબઈની બ્રિચ કેન્ડ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. હવે કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આ સાથે જ તેમના નાના દીકરાની પહેલી તસવીર પણ સામે આવી છે.
કરીના કપૂરને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેનો પતિ સૈફ અલી ખાન, મોટો પુત્ર તૈમૂર અલી ખાન અને માતા સાથે હાજર રહ્યા હતા. કરીનાને હોસ્પિટલમાંથી રજા મળવાની તસવીરો અને વીડિયો ફોટોગ્રાફર માનવ મંગલાની એ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યા છે. વીડિયોમાં તૈમૂર અલી ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર અને તેમની માતા કારમાં બેઠા જોવા મળી રહ્યા છે. તેમ જ કરીના કપૂરનો નાનો પુત્ર પોતાની નાનીના ખોળામાં સૂતેલો જોવા મળી રહ્યો છે. જ્યારે તૈમૂર પપ્પા સૈફના ખોળામાં બેઠો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ઘણા ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને બીજી વખત માતા બનવા પર લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. તેણે અને અભિનેતા સૈફ અલી ખાને ગયા વર્ષે ઑગસ્ટમાં એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહ્યું હતું કે કરીના ફરી ગર્ભવતી છે.
કરીનાની ડિલિવરીની તારીખ 15 ફેબ્રુઆરી હતી, જે તેના પિતા રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહીં હતી, ત્યાર બાદથી જ ફૅન્સ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પોતાના પ્રેગ્નેન્સી પીરિયડ દરમિયાન કરીના ઘણી એક્ટિવ રહી હતી. તે સતત શારીરિક રૂપથી પણ સક્રિય છે અને તે હંમેશા ફરતી જોવા મળી હતી. તેમ જ કરીના ઘણા અપડેટ્સ સોશિયલ મીડિયા દ્વારા આપતી હતી. હાલમાં જ તેમણે ગિફ્ટ્સની ઝલક પણ દેખાડી હતી, જે નાના મહેમાનના સ્વાગત માટે મિત્રોએ મોકલી હતી.