વિશ્ર્વના 398 નવા સભ્યોમાં અનેક ભારતીયોનો સમાવેશ
ખાસ-ખબર સંવાદદાતા
એકેડમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ આર્ટ્સના નવા 398 સભ્યોમાં ભારતમાંથી કરણ જોહર, મણી રત્નમ, આરઆરઆરના હિરો રામચરણ અને જુનિયર એનટીઆર ઉપરાતં સંગીતકાર એમ.એમ. કિરવાણી, ગીતકાર ચન્દ્રાભોઝ તથા અન્યોનો સમાવેશ થશે.
- Advertisement -
એકેડમી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં ઓસ્કર વિજેતા ડોક્યુમન્ટ્રી ’ ઓલ ધેટ બ્રીધસ’ના ફિલ્મસર્જક શોનક અને આરઆરઆરના સિનેમેટોગ્રાફર કેકે સેંથિલ કુમાર સહિત અન્યોનો સમાવેશ થાય છે. ઓસ્કર એકેડમીમાં હાલ 10, 000થી વધારે સભ્યો છે. તેમને ઓસ્કર એવોર્ડ માટે નોમિની નક્કી કરવાના વોટિંગ રાઈટ્સ ઉપરાતં અન્ય કેટલાક વિશેષાધિકારો મળતા હોય છે.
મોટાભાગે સિનેમાની દુનિયાના પ્રતિભાશાળી કલાકારો, સર્જકો ઉપરાંત અન્ય ક્રૂને પણ તેમાં સામેલ કરવામાં આવતા હોય છે. કિ હુઈ ક્વાન તથા ટેલર સ્વીફ્ટ જેવા વિદેશ કલાકારોને પણ આ વર્ષે નવા સભ્ય તરીકે જોડવામાં આવ્યા છે.



