ટીવી પર વર્ષો સુધી ભારતીય પરિવારોને હસાવનાર કોમેડિયન કપિલ શર્મા તેના કોમેડી શો ધી ગ્રેટ ઈન્ડિયન કપિલ શો હવે ઓટીટી પ્લેટફોર્મ પરથી પ્રસારિત થયો છે. કપિલ માટે નિશ્ચિત રીતે આ મોટી છલાંગ છે.
હવે તેની 192 દેશોમાં કોમેડી પહોંચી રહી છે પણ આ નવા મંચ પર તે કંઈ ખાસ નવું દેખાડી નથી શકયો કે જેના માટે તમે સ્ટ્રીમીંગ પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન લેવા માટે મજબૂર થાઓ.
- Advertisement -
ઓટીટી પર ‘ધી ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના પહેલા મહેમાન બોલીવુડના ફર્સ્ટ ફેમિલી કપુર ખાનદાનના સુપરસ્ટાર રણબીરકપુર, તેની મા એકટ્રેસ નીતુ કપુર, બહેન રિદ્ધિમા, કપુર સાહની બન્યા હતા. હંમેશની જેમ કપિલે આ મહેમાનો પાસેથી અજાણ્યા કિસ્સા જાણવાની કોશિશ કરી હતી.
જેમાં રણબીરે જણાવ્યું હતું કે કેવી રીતે પપ્પા ઋષિકપુરે પહેલીવાર તેને પૂજા દરમિયાન ચપ્પલ પહેરીને આવવા બદલ ટપલી મારી હતી, કેવી રીતે તે માના ઘરેણા ગર્લફ્રેન્ડને આપતો હતો તે વાતો કહી હતી તો નીતુએ કહ્યું હતું કે રણબીર કેટલો પરફેકટ પિતા છે. દરમિયાન શોમાં શેફ ધનિયાના રૂપમાં કીકુ શારદાની એન્ટ્રી થાય છે પણ તેના જોકસ હસાવવાને બદલે બોર કરે છે.
કીકુથી નિરાશ દર્શકોએ લાંબાગાળા બાદ કપિલ સાથે ફરી જોડાયેલા કોમેડિયન સુનીલ ગ્રોવર પાસે અપેક્ષા હતી પણ અફસોસ તે પણ કોઈ ધમાકો ન કરી શકયો.
આ એપિસોડની મોટી ખામી એ રહી છે કે આ પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહેલી રણબીરની ફિલ્મ ‘એનિમલ’નો હદથી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. લેખકોની ટીમ એક પંથ દો કાજ (કપિલના બહાને ‘એનિમલ’ના પ્રચાર)ની લાલચમાં ન પડી હોત તો કદાચ સારું લખી શકી હોત.
- Advertisement -
જો કે કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાનો ફિલ્મ ‘એનિમલ’થી પ્રેરિત અવતાર જોરદાર રહ્યો હતો. જો કે કપિલની ઓટીટી પર એન્ટ્રી ડામાડોળ રહી હતી. આશા રાખીએ કે કપિલની ટીમના આગામી એપિસોડ ફરી જુનો જાદુ ચલાવે.