સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SOGએ ઓપરેશન પાર પાડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં અનેક જગ્યાએ ગાંજાની ખેતી અવારનવાર ઝડપાતી રહે છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગઈકાલે લાખોની કિંમતના ગાંજાના વેપલા પર તવાઈ બોલાવી હતી. કપડવંજના ભૂતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસનાં વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર SOGએ ઝડપાયું હતું, જેને લઈ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. SOGએ 331 નંગ છોડ, જેની કિંમત રૂપિયા 54.98 લાખનો મુદ્દામાલ જપ્તકરી એક શખસને ઝડપ્યો હતો. આ પહેલાં બાયડમાંથી અંદાજે 5થી 6 કરોડની કિંમતનો 2200 કિલોનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ગુજરાતમાં ગાંજાની ખેતી સામાન્ય છે કે શું? એવા સવાલો ઊઠી રહ્યા છે.
- Advertisement -
બે સગાભાઈ પૈકી એક ઝડપાયો, એક ફરાર
SOGએ ગામની સીમમાં દરોડો પાડી લીલા ગાંજાના 331 નંગ છોડ કિંમત રૂપિયા 54.98 લાખના જપ્તકરી વેપલા કરતા બે સગાભાઇ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગા ભાઈઓ પૈકી એક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક ફરાર છે.