બૉમ્બ ડિસ્પોઝલની 6 ટીમ રાઉન્ડ ધ ક્લોક એન્ટી સબોર્ટેઝ ચેકિંગ કરશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલ અંગેના બંદોબસ્તમાં અમદાવાદ શહેર તથા બહારના જિલ્લામાંથી પોલીસ અઘિકારીઓ તથા સ્ટાફના માણસો તેમજ હથિયારધારી એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલના બંદોબસ્તમાં કુલ 2 ડીસીપી, 6 એસીપી, 16 પો.ઇન્સ., 63 પીએસઆઈ, 709 પોલીસ જવાનો, 173 મહિલા પોલીસ, 250 હોમગાર્ડ જવાનો સહિતના આશરે 1300 પોલીસ અઘિકારીઓ તથા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત હથિયારધારી એસ.આર.પી. જવાનોની કુલ 1 કંપની આશરે 70 જવાનોને પણ ખાસ તૈનાત કરવામાં આવ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ સ્ટેજ ખાતે કાર્યક્રમ પણ થતા હોઈ, લોકોને અંદર પ્રવેશ આપવા સમયે ખાસ ચેકીંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ બંદોબસ્તમાં બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો રાઉન્ડ ધ કલોક એન્ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રાખવામાં આવી છે. વધુમાં, કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકોની ભીડને નિયંત્રણ કરવા માટે દરેક ગેટ ઉપર પણ પૂરતા પોલીસ સ્ટાફ સાથે બેરિકેટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે સમગ્ર કાંકરિયા વિસ્તાર એક પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
અમદાવાદ શહેરના કાંકરિયા લેક ખાતે આગામી તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમમાં આવનાર તમામ લોકોની વ્યવસ્થિત ચેકીંગ થાય, એ માટે પણ બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે બાળકો અને ગુમ થયેલા લોકો તાત્કાલિક મળી જાય તે મુજબ લોકોની સુવિધાને ધ્યાને લઇ આશરે સાતેક જગ્યાએ પોલીસ સ્ટાફ તથા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા સંકલન કરી, જાહેરાત કરવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ખોયા પાયા સ્કવોડ ખાસ કાર્યરત કરી, ગુમ થયેલા લોકોને પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ ખાતે પિક પોકેટીંગ કરતી ગેંગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થતી હોઈ, અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશન ખાતેથી આવા ગુન્હેગારોને ઓળખતા હોય એવા બે બે સ્ટાફના ચુનંદા માણસો તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો તેમજ ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે જેથી ભીડનો લાભ લઈને પિક પોકેટિગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડવામાં સરળતા રહે. ઉપરાંત, મહિલાઓની છેડતીના બનાવોને રોકવા પણ ખાસ કુલ નવ (9) જવય ઝયફળ ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ ગોઠવવામાં આવેલ છે.
આમ, કાંકરિયા કાર્નિવલ ખાતે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા હરવખતની માફક ચાલુ સાલે પણ સ્થાનિક અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત, બહારથી પણ પોલીસ અઘિકારીઓ તથા હથિયારધારી જછઙ જવાનો સહિતના ચુનંદા સ્ટાફના માણસોને તૈનાત કરી જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.