કંગનાનું ટ્વિટ ‘બાબર કી સેનાએ આ ગયી હૈ, ત્યાં જ ફરી રામ મંદિર બનશે’
કંગનાની ઓફિસનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું : બીએમસી
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ આવી ગયો છે. જ્યાં એક તરફ આજે બીએમસી દ્વારા કંગનાના મુંબઈના બાંદ્રા સ્થતિ ઓફિસને ગેરકાયદે જાહેર કરી તોડી પાડવામાં આવ્યું છે તો સમગ્ર મામલે હવે અભિનેતરો કંગના રનૌતે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
કંગનાએ એક ટ્વીટમાં લખ્યું છે કે મારા ઘરે કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં સરકાર દ્વારા કોવિડને કારણે 30 સપ્ટેમ્બર સુધી તમામ પ્રકારના ડિમોલિશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. બૉલીવુડ જુઓ કેવો હોય છે ફાસીવાદ. સાથે જ તેણે #DeathOfDemocracy હેશટેગનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ઉદ્ધવ સરકાર સામે દાદાગીરી કરવી મોંઘી પડી છે. બીએમસીએ બાન્દ્રા પશ્ચિમમાં પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌતની ઓફિસના ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા છે. બીએમસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અમે કંગનાને 24 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
- Advertisement -
તો BMCની કાર્યવાહી પર કંગનાએ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને ફરી એક વાર પાકિસ્તાન સાથે સરખાવ્યા છે, તેને ફરીવાર ટ્વીટ કરતા કહ્યું છે કે મેં ક્યારેય ખોટું કર્યું નથી અને દુશ્મનોએ ફરીથી સાબિત કર્યું છે કે મુંબઈ POK બની ગયું છે. અન્ય એક ટ્વીટમાં કંગનાએ બીએમસી અને તેના કર્મચારીઓને બાબર અને તેની સેના સાથે સરખાવ્યા હતા.
કંગના રનૌતે મણિકર્ણિકા ફિલ્મને યાદ કરતા ટ્વીટર પર લખ્યું છે મણિકર્ણિકા ફિલ્મસમાં ફિલ્મ અયોધ્યાની જાહેરાત કરવામાં આવી હતી. આ મારા માટે માત્ર એક ઇમારત એક મકાન ન હતું. મારા માટે તે રામ મંદિર હતું, આજે ત્યાં બાબર આવ્યો છે. આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું. રામ મંદિર ફરી તૂટ્યું. પરંતુ યાદ રાખ બાબર આ મંદિર ફરી બનશે, જાય શ્રી રામ.