બોલીવુડ ક્વીન કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે ફેમસ છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને કંગના રનૌતે ઈઝરાયલનો સાથ આપ્યો છે.
બોલીવુડ ક્વીન કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે ફેમસ છે. સામાજિક મુદ્દો હોય કે, પોલિટિકલ કંગના રનૌત હંમેશા તેની વાત આગવા અંદાજમાં રજૂ કરે છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને કંગના રનૌતે ઈઝરાયલનો સાથ આપ્યો છે.
- Advertisement -
Kangan Ranaut reached Israel embassy to shown her support to Israel against Islamic terrorism. #KanganaRanaut #Israel
Watch #Tejas on your nearby theatre from 27oct onwards pic.twitter.com/AT7hWcd4ju
— Kangana Ranaut (@TeamKanganaaa) October 25, 2023
- Advertisement -
કંગનાનો ઈઝરાયલને સપોર્ટ
કંગના રનૌતે દિલ્હીમાં ઈઝરાયલના રાજદૂત સાથે મુલાકાત કરી. કંગનાએ ઈસ્લામિક આતંકવાદનો વિરોધ કર્યો છે અને સોશિયલ મીડિયા પર મીટિંગના ફોટોઝ શેર કર્યા છે. કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજે સમગ્ર વિશ્વ, ખાસ કરીને ઈઝરાયલ અને ભારત આતંકવાદ સામે લડી રહ્યા છે. કાલે રાવણ દહન કરવા દિલ્હી ગઈ, તો મને લાગ્યું કે, ઈઝરાયલ એમ્બેસી જઈને લોકો સાથે મુલાકાત કરવી જોઈએ, જે આધુનક રાવણ હમાસ જેવા આતંકીઓને પરાસ્ત કરી રહ્યા છે.’
કંગનાએ જણાવ્યું છે કે, ‘જે પ્રકારે નાના બાળકો અને મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ ગંભીર છે. મને આશા છે કે, આતંકવાદ સામેના આ યુદ્ધમાં ઈઝરાયલ વિજયી થશે. મેં તેમની સાથે મારી આવનારી ફિલ્મ તેજસ અને આત્મનિર્ભર લડાકૂ વિમાન તેજસ વિશે ચર્ચા કરી છે.’
View this post on Instagram
હમાસ આતંકી છે: કંગના રનૌત
થોડા દિવસ પહેલા કંગના રનૌતે ઈઝરાયલના સપોર્ટમાં અવાજ ઉઠાવ્યો હતો. અભિનેત્રીએ હમાસના લોકોને આતંકી ગણાવ્યા હતા. કંગને પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ઈઝરાયલની મહિલાઓના ફોટોઝ જોઈને કાળજુ કંપી ના ઉઠે અને ડર ના લાગે, તેવું શક્ય જ નથી. આતંકીઓ તેમની લાશ સાથે રેપ કરી રહ્યા છે. ઈઝરાયલની મહિલા સૈનિકની બોડીને નગ્ન ફેરવવામાં આવી રહી છે. આ જોઈને મને ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે, તમામ શહીદ સમ્માનજનક મોત માટે હકદાર છે.’
કંગના ફિલ્મ ‘તેજસ’માં ઓફિસર બની છે
કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના વાયુસેના પાયલટ તેજસ ગિલનું પાત્ર ભજવી રહી રહી છે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યા છે.