કંગનાએ સંગ્રહાલયમાં વડાપ્રધાન મોદીની AI-નિર્મિત ઈમેજ સાથે પણ પોતાનો પોઝ આપ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જીવન ચરિત્રાત્મક ઐતિહાસિક વિષયની ફિલ્મ ઈમર્જન્સીમાં અભિનેત્રી કંગના રણોતે ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગનાએ હાલમાં જ અત્રેના પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ત્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા નિર્મિત ઈન્દિરા ગાંધીની આવૃત્તિ સાથે પોતાની તસવીર પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં ઈન્દિરા ગાંધીની અઈં-નિર્મિત આવૃત્તિની બાજુમાં એક ખુરશી પર બેઠી છે. તેની કેપ્શનમાં કંગનાએ લખ્યું છે: ‘ઈંૠ સાથે મસ્ત ચેટિંગ કર્યું.. હાહાહા… (હું શ્રીમતી ગાંધી વિશે એક ફિલ્મ બનાવી રહી છું અને એમાં અમારું ક્રૂ કોડ નેમ ઈંૠ છે).’ કંગનાએ સંગ્રહાલયમાં વડાપ્રધાન મોદીની અઈં-નિર્મિત ઈમેજ સાથે પણ પોતાનો પોઝ આપ્યો હતો. એ તસવીર પણ એણે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. કંગનાએ સંગ્રહાલયમાં ‘વીરાંગનાઓં કી મહાગાથા’નામક લાઈટ-એન્ડ-સાઉન્ડ શોના શુભારંભ કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. ઈન્દિરા ગાંધીએ એમનાં શાસનકાળ દરમિયાન ભારતમાં ઈમર્જન્સી (કટોકટી) લાગુ કરી હતી. તે સમયગાળા પર આધારિત કંગનાએ ફિલ્મ બનાવી છે. ઈમર્જન્સીમાં કંગનાની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરાશે, પણ એની તારીખ હજી જાહેર કરાઈ નથી.