નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ (Kalki 2898 AD) હાલ વિશ્વભરમાં છવાયેલી છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ભારતમાં તો ધૂમ કમાણી કરી જ રહી છે પરંતુ વિશ્વભરમાં પણ કહેર વર્તાવી રહી છે. ત્યારે જાણો અત્યાર સુધીમાં ફિલ્મે વર્લ્ડવાઈડ કેટલું કલેક્શન કર્યું છે.
પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર આ સાયન્સ-ફિક્શન ફિલ્મે વર્લ્ડવાઈડ બંપર ઓપનિંગ કરી હતી. ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડ પર રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે, ચોથા દિવસે એટલે કે રવિવારના રોજ શનિવારની સરખામણીએ ફિલ્મની કમાણીમાં 20 ટકાનો વધારો એટલે કુલ 120 કરોડનું કલેક્શન કર્યું છે.
- Advertisement -
ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ (Kalki 2898 AD)એ ચાર દિવસમાં વિશ્વભરમાં વર્લ્ડવાઈડ 500 કરોડનું કલેક્શન કરી લીધું છે. ઓવરસીઝમાં ફિલ્મે 4 દિવસમાં 150 કરોડનું કલેક્શન કરી લીધું છે.
કલ્કિ 2898 એડી 4 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન
પ્રથમ દિવસ: 191 કરોડ
બીજો દિવસ: 96 કરોડ
ત્રીજા દિવસ: 100 કરોડ
ચોથો દિવસ: 120+ કરોડ (અંદાજિત)
કુલ વર્લ્ડવાઈડ 4 દિવસનું કલેક્શનઃ રૂ. 507 કરોડ