90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી કાજોલ તેના સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં જ તેણે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે તેણીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કાજોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તે હિન્દી ભાષામાં ન બોલવા અંગે વાત કરતી જોવા મળી રહી છે. આ પછી, તેની ઘણી ટીકા થઈ રહી છે અને અભિનેત્રીને હિન્દીમાં ન બોલવા બદલ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કાજોલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જે કોઈપણ મુદ્દા પર પોતાના વિચારો બોલ્ડ રીતે રજૂ કરવા માટે જાણીતી છે. મંગળવારે કાજોલે મુંબઈમાં એક એવોર્ડ શો કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે ખુલીને વાત કરી હતી.
- Advertisement -
તેણીએ વાત કરવા માટે મરાઠી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને કેટલાક મીડિયા લોકોએ તેમને હિન્દીમાં બોલવાનું કહ્યું, જેનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે, હવે હું હિન્દીમાં બોલીશ, જેને સમજવું હોય તે સમજી શકે છે . આના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેમનો મૂડ સારો નથી અને તેઓ હિન્દીમાં બોલવા માંગતી નથી. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
ઘણા યુઝર્સ કાજોલ પર આરોપ લગાવી રહ્યા છે કે તે મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષા (મરાઠી હિન્દી વિવાદ) અંગે ચાલી રહેલા વિવાદમાં મરાઠી ભાષાનું સમર્થન કરી રહી છે.
આ સિવાય ઘણા અન્ય લોકો પણ તેના પક્ષમાં વાત કરતા જોવા મળ્યા હતા. આ કારણે, કાજોલનું નામ સતત ચર્ચામાં રહે છે. આ પહેલી વાર નથી જ્યારે તે કોઈ પ્રકારના વિવાદમાં ફસાઈ રહી છે. આ પહેલા પણ તે ઘણા વિવાદોનો ભાગ રહી ચૂકી છે.