કાજોલે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સોશિયલ મીડિયા બ્રેક લેવાની વાત કરી હતી. આ સાંભળીને પ્રશંસકો તેને સવાલો પૂછવા લાગ્યા છે
DDLJ, કુછ કુછ હોતા હૈ અને દિલવાલે જેવી ફિલ્મોમાં કામ કરેલ પીઢ અભિનેત્રી કાજોલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તેમના 14 મિલિયનથી ફોલોઅર્સ છે, જેઓ તેમના અંગત જીવનના અપડેટ્સ જોવા માટે ઉત્સુક છે. એવામાં હાલ અભિનેત્રીએ એક પોસ્ટ દ્વારા ચાહકોને ચોંકાવી દીધા છે.
- Advertisement -
વાત એમ છે કે કાજોલે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સોશિયલ મીડિયા બ્રેક લેવાની વાત કરી હતી. આ સાંભળીને પ્રશંસકો તેને સવાલો પૂછવા લાગ્યા છે. કાજોલ દેવગને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “હું સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહી છું.” આ પોસ્ટ સાથે શેર કરેલી તસવીર. તેમાં લખ્યું છે કે, “હું મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કાનો સામનો કરી રહી છું.”
View this post on Instagram- Advertisement -
ચાહકોએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ હાર્ટ ઇમોજી શેર કરી હતી. એક યુઝરે લખ્યું, લવ યુ, સુરક્ષિત અને સ્વસ્થ રહો. અન્ય એક યુઝરે લખ્યું કે, મને નથી ખબર કે એવું શું થયું જેના કારણે તમે આવો નિર્ણય લીધો, પરંતુ અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે તમારા કેપ્શન અને સુંદર પોસ્ટને યાદ રાખીશું. અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
તમને જણાવી દઈએ કે, કાજોલ છેલ્લે સલામ વેંકી ફિલ્મમાં જોવા મળી હતી, જેની ચર્ચા જોરશોરમાં થઈ હતી.