ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગ્રામસભાઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે કાજલી ખાતે યોજાયેલી ગ્રામસભામાં સ્થળ પર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઇવીએમ-વીવીપેટ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. ઉપરાંત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.
વેરાવળનાં કાજલી ગામે મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Follow US
Find US on Social Medias