સેક્ધડ રીંગ રોડ, કોકોનેટ પાર્ટી પ્લોટ પાસે 30000 પાટીદારોએ એકત્ર થઇ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો
લોકડાયરાની સાથોસાથ યોજાયેલા રક્તદાન કેમ્પમાં 335થી વધુ બોટલ રક્ત એકત્ર
- Advertisement -
સતત 21માં વર્ષે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદોત્સવ-લોકડાયરાનું શાનદાર આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા ગઇકાલે શરદપુનમની રઢીયાળી રાતે દૂધપૌવાની રંગત સાથે શ્રીમતી ઉર્વશીબેન રાદડીયા લોક ગાયીકા, વિજય રાવલ હાસ્ય કલાકાર, જોય અઘેરા લોકસાહિત્યકાર દ્વારા સાંસ્કૃતિક તેમજ હાસ્યરસના પારિવારીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. હજારો પરિવારોએ દૂધપૌવાની રંગત સાથે શરદોત્સવની રંગત માણી હતી.
રાજકોટના કલબ યુવી ગરબીવાળુ ગ્રાઉન્ડ, સેક્ધડ રીંગ રોડ, કોકોનેટ પાર્ટી પ્લોટ સામે, પરસાણા ચોક ખાતે ગઇ કાલે રાત્રીના સાડા આઠ કલાકે યોજાયેલા આ શરદોત્સવમાં રાજકોટમાં વસતા હજારો કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દૂધપૌવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત માણી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દિપ પ્રાગટય પટેલ પ્રગતિ મંડળના નંદલાલભાઈ માંડવીયા, હાઈબોન્ડ ગ્રુપના મનસુખભાઈ પાણ, વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી, રેપ્યુટ પોલીમર્સના કે.બી.વાછાણી, સુમો પોલીમર્સના ધીરૂભાઈ ડઢાણીયા, પટેલ એસ્ટેટના અશોકભાઈ વૈશ્નાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
શરદોત્સવમાં સંસ્થા દ્વારા આયોજીત રકતદાન કેમ્પના દાતા પરિવારના ડો. આનંદ જસાણી, ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, અશ્વિનભાઈ ભુવા, ધનજીભાઈ કણસાગરા, કિશોરભાઈ ખાંટ, અરવિંદભાઈ પાણ, ડો. કીર્તીભાઈ પટેલ, રાજુભાઈ કોરડીયા, જે.ડી.કાલરીયા, સંજયભાઈ પાણ વગેરે ઉપસ્થિત
રહ્યા હતા.
શરદોત્સવના આ કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી મનસુખભાઈ પાણ, મુળજીભાઈ ભીમાણી એ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, પટેલ મેટલના ભરતભાઈ ડેડાણીયા, શિવાલાલભાઇ ધોડસરા, ગોપાલભાઈ કણસાગરા, વિપુલભાઇ માકડીયા, મહેન્દ્રભાઈ કંટારીયા, પ્રો.ડો. જયેશ વાછાણી, લલીતભાઈ ભાણવડીયા, બીપીનભાઈ ડઢાણીયા, હરસુખભાઈ ચાંગેલા, ડો. મહેશ વિડજા, ડો. મીલન ઘરસંડીયા, હરીલાલ મેંદપરા ઉપસ્થિત રહ્યા હતા. કલબ યુવી ગરબીવાળા ગ્રાઉન્ડમાં સેક્ધડ રીંગ રોડ પર યોજાયેલ આ શરદોત્સવનો મા ઉમિયાની મહાઆરતી
સાથે પ્રારંભ થયો હતો. આ શરદોત્સવમાં સ્વર્ગસ્થ પાટીદાર સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંક તથા જીવનદિપ બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 335 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી ઉર્વશીબેન રાદડીયા લોકગીતો, વિજય રાવલે હાસ્ય રસની તથા જોય અધેરા લોક સાહિત્યીક સાંસ્કૃતિક રંગતની રમઝટ બોલાવી હતી. મા ઉમિયાની મહાઆરતી સાથે શરદોત્સવના કાયક્રમનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું યુટયુબ અને સોશ્યલ મીડીયા દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. શરદપુનમની રઢીયાણી રાતે પાટીદાર સમાજના દરેક વ્યક્તિ પરિવાર સાથે બેસી દૂધપૌવાની રંગત માણી શકે અને અંદાજે 30000થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દૂધપૌવાની પ્રસાદી સ્થળ પર જ મળી રહે તેવી અદભુત વ્યસ્વસ્થા સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. આ શરદોત્સવમાં દૂધપૌવાના દાતા તરીકે પટેલ મેટલ કોર્પોરેશનના ભરતભાઈ ડેડાણીયા તથા પતંગ ફેમીલી રીસોર્ટના અમરભાઈ ડેડાણીયા નો સહયોગ પ્રાપ્ત થયો છે. શરદોત્સવના કાર્યક્રમનું સંચાલન રસાળ શૈલીમાં પ્રો. જે.એમ. પનારા તેમજ સી.એન. જાવીયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ અશોકભાઈ દલસાણીયા, આભારવિધી મહેશભાઈ ભુવાએ કર્યુ હતું. ખજાનચી ગોરધનભાઈ કણસાગરાએ સંસ્થાની પ્રવૃતિઓની આછેરી ઝલક આપી હતી.
ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાય લોન, સ્વરોજગારી માટે સિલાઈ એમ્બ્રોડરી મશીનો સંસ્થા દ્વારા સરળ હપ્તે વગર વ્યાજે આપવામાં આવે છે. નિરાધાર અને ખેતમજુરના બાળકોને ધો. 11-12 અને ટેકનીકલ અભ્યાસક્રમોના શિક્ષણ માટે શિષ્યવૃતી આપવામાં આવી છે. દર્દીઓ ઘરે ઉપયોગમાં લઇ શકે તેવા 15 પ્રકારના પેરા મેડીકલ સાધનો દર્દીઓને આપવામાં આવે છે. મેડીકલ સારવાર સહાય પેટે જરૂરીયાતમંદ દર્દીઓને સહાય, પડતરભાવે નોટબુક વિતરણ, રકતદાન કેમ્પ, ઉમિયાજી કિતન મંડળ, ઉમા ડાયગ્નોસ્ટિક સેન્ટર અંતર્ગત રાહત દરે નિદાન તથા તમામ મેડીકલ ટેસ્ટ કરવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ મનસુખભાઈ ભાલોડીયા, મંત્રી મહેશભાઈ ભુવા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ વડાલીયા, હરીભાઇ કલોલા, પ્રવેણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા ના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોની ટીમે જહેમત ઉઠાવી હતી.