‘હરુન ઈન્ડિયા’એ ભારતના પૈસાદાર લોકોનું લીસ્ટ બહાર પાડ્યું
ગુજરાતમાં બે વ્યક્તિ પાસે 1 લાખ કરોડ રૂપિયાની વધુની સંપત્તિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પરાક્રમસિંહ જાડેજા પ 11,600 કરોડના માલિક
મનીષ માડેકા (રોલેકક્સ રિંગ્સ)
રૂ. 4100 કરોડ
- Advertisement -
પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી)
રૂ. 11600 કરોડ
ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ)
રૂ. 4000 કરોડ
‘હરુન ઈન્ડિયા’એ ભારતના પૈસાદાર લોકોનું લીસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 1 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે. લિસ્ટમાં આખા દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે. જેમાં ગુજરાતીઓએ ધમાકો મચાવ્યો છે. ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરતમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. વ્યક્તિગત રીતે ગૌતમ અદાણી આખા દેશમાં પહેલા નંબર પર છે.
દેશના ટોપ 20 શહેરમાં ગુજરાતના ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચમક્યા છે. અમદાવાદમાં 67, સુરતમાં 28, વડોદરામાં 16 અને રાજકોટમાં 10 અબજપતિ ઉભરીને આવ્યા છે.
ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ ધરાવતા બે બિઝનેસમેન છે. 11.61 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પહેલા નંબર પર છે. જ્યારે ઝાયડસ લાઈફસાયન્સના પંકજ પટેલે પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. તેમની પાસે 1.01 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. નિરમાના કરસનભાઈ પટેલ 80 હજાર કરોડ, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતા બંને 70.90 હજાર કરોડના માલિક છે.
સુરતમાં કુલ 28 અબજપતિ છે, જેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સુરતમાં ટોપ ટેન અબજપતિમાં જ્વેલરી સેક્ટરના સૌથી વધુ 6 અબજપતિ છે, જેમાં સૌથી વધુ કિરણ જેમ્સના બાબુ લખાણી પાસે 7400 કરોડની સંપત્તિ છે. ત્યાર બાદ ગોવિંદભાઈ ધોળકિયા 6100 કરોડ, સવજીભાઈ ધોળકિયા 3700 કરોડ, લાલજીભાઈ પટેલ 3600 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
ફાર્મસન ફાર્માસ્યુટિકલના સમીર પટેલ 13400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે વડોદરાના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે. ત્યાર બાદ રુબામિન કંપનીના અતુલ દાલમિયા 5900 કરોડ, વોલ્ટેમ ટ્રાન્સફોર્મર કંપનીના કુંજલ પટેલ 5700 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. વડોદરાના ટોપટેન લિસ્ટમાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરના ચાર તેમજ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સના ત્રણ અબજપતિ છે.
તાજેતરમાં શેરબજારમાં આઈપીઓ લાવનાર જ્યોતિ સીએનસી કંપનીના પરાક્રમસિંહ જાડેજા રાજકોટમાં સૌથી વધુ સંપત્તિ ધરાવે છે. તેઓ 11600 કરોડના માલિક છે. બીજા નંબર પર બાલાજી વેફર્સના ભીખુભાઈ વિરાણી 4700 કરોડ રૂપિયાના માલિક છે. જ્યારે ચંદુભાઈ વિરાણી અને કાનજીભાઈ વિરાણી 4000-4000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ સિવાય ગોપાલ સ્નેક્સના બિપીનભાઈ હદવાણી પાસે પણ 4000 કરોડની સંપત્તિ છે. રાજકોટના ટોપટેન લિસ્ટમાં સૌથી વધુ ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટરના 5 અબજપતિ છે.
ગુજરાતના મુખ્ય ચાર શહેર સિવાય ભાવનગર અને ઉમરગામમાંથી 2-2 અબજપતિ છે, જેમાં વર્ષ 2018માં 23 વર્ષની ઉંમરે ભારત પે ક્યુઆર કોડ બનાવીને તહેલકો મચાવનારા ભાવનગરના શાશ્વત નાકરાણીનો પણ સમાવેશ થયો છે. તેમની પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય નવસારીના જીજ્ઞેશભાઈ દેસાઈ પાસે 9600 કરોડ, આણંદના પ્રયસ્વિન પટેલ પાસે 4600 કરોડ, ઉમરગામના સંતોષ રવેશિયા પાસે 3100 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ગુજરાતમાં કુલ 129 અબજપતિ પાસે 20.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 67 અબજપતિ છે. જેમની પાસે કુલ 17.96 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યાર બાદ સુરતમાં 28, વડોદરામાં 16 અને રાજકોટમાં 10 અબજપતિ છે. જેમની પાસે અનુક્રમે 89 હજાર કરોડ, 60 હજાર કરોડ અને 42 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.
રાજકોટના ટોપ ટેન અબજોપતિની યાદી
1 પરાક્રમસિંહ જાડેજા
(જયોતિ સીએનસી) રૂ. 11600 કરોડ
2 ભીખુભાઈ વિરાણી
(બાલાજી વેફર્સ) રૂ.4700 કરોડ
3 મનિષ માડેકા
(રોલેકક્સ રિંગ્સ) રૂ. 4100 કરોડ
4 અશ્વિન ગોહિલ
(તિર્થ એગ્રો ટેકોનલોજીસ) રૂ.4000 કરોડ
5 ચંદુભાઇ વિરાણી
(બાલાજી વેફર્સ) રૂ.4000 કરોડ
6 કાનજીભાઇ વિરાણી
(બાલાજી વેફર્સ) રૂ.4000 કરોડ
7 બિપીનભાઇ હદવાણી
(ગોપાલ સ્નેકસ) રૂ.,4000 કરોડ
8 હસમુખભાઈ ગોહિલ
(તિર્થ એગ્રો ટેકનોલોજીસ) રૂ.3300 કરોડ
9 સુખદેવસિંહ જાડેજા
(જયોતિ સી.એનસી) રૂ.1600 કરોડ
10 પ્રફૂલભાઇ હદવાણી
(ગોપાલ સ્નેકસ) રૂ.1300 કરોડ