– પહેલી વખત પિતા પછી પુત્ર પણ બનશે CJI
ખાસ-ખબર સંવાદદાતા
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ દેશના 50મા CJI બનશે. CJI યુયુ લલિતે કાયદામંત્રી કિરણ રિજિજુને તેમના નામની ભલામણ કરી છે. ઈઉંઈં લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ 9 નવેમ્બરે ઈઉંઈં તરીકે શપથ લેશે. CJI લલિતે મંગળવારે સવારે જઈના ન્યાયાધીશોની હાજરીમાં વ્યક્તિગત રીતે જસ્ટિસ ચંદ્રચૂડને તેમના પત્રની નકલ આપી હતી.
જસ્ટિસ ચંદ્રચૂડના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ દેશના 16મા CJI હતા. તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી, 1978થી 11 જુલાઈ, 1985 સુધી એટલે કે સાત વર્ષનો રહ્યો હતો. પિતાની નિવૃત્તિનાં 37 વર્ષ બાદ તેઓ આ જ પદ પર બેસશે. જસ્ટિસ ચંદ્રચૂડ પિતાના 2 મોટા નિર્ણયોને બદલી ચૂક્યા છે. તેઓ બેબાક નિર્ણયો માટે જાણીતા છે. જસ્ટિસ ચંદ્રચૂડનો કાર્યકાળ 9 નવેમ્બર, 2022થી 10 નવેમ્બર, 2024 સુધી 2 વર્ષનો રહેશે.
- Advertisement -
કાયદામંત્રી કિરણ રિજિજુએ 7 ઓક્ટોબરે CJI લલિતને ચિઠ્ઠી લખી તેમના ઉત્તરાધિકારીનું નામ જણાવવા અપીલ કરી હતી. પરંપરા અનુસાર વર્તમાન CJI તેમના ઉત્તરાધિકારી નામની ભલામણ ત્યારે જ કરે છે જ્યારે તેમને કાયદા મંત્રાલય દ્વારા આવું કરવાની વિનંતી કરવામાં આવે.