દેશમાં હવે કુપોષણ કરતા મોટાપાની સમસ્યા વધુ સર્જાવા લાગી છે
રેડી – ટુ – ઈટ – અલ્ટ્રા પ્રોસેસ ફાસ્ટફુડના વેચાણમાં વધારાની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે : ડાયાબિટિસ સહિતના બાળકો-કિશોરોને થતા રોગો પણ વધ્યા
ચિપ્સ – ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે સસ્તા – રેડી – ટુ – ઈટ પેકેટ બાળકોનું સ્વાસ્થ્ય બગાડવામાં સૌથી વધુ જવાબદાર : રસોડામાં પણ ફાસ્ટફુડનું સ્ટોરેજ વધ્યુ
- Advertisement -
દુનિયામાં 10માંથી 1 બાળક મેદસ્વી – 18.8 કરોડ પર સ્થિતિ ગંભીર: પાંચ વર્ષથી નાના બાળકોમાં 127% સુધી વધેલી મેદસ્વીતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
હાલમાં જ યુનિસેફ દ્વારા આહાર પરની રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ભારતમાં કોઈને કોઈ રોગ ધરાવતા લોકોની સંખ્યામાં વધારા માટે બિન સ્વાસ્થ્યપ્રદ આહાર સૌથી મોટું જવાબદાર ફેકટર છે અને તે પણ 56% જેટલું વધુ છે.
- Advertisement -
દેશમાં જાડાપણા- મેદસ્વીતાએ પ્રથમ વખત બાળકો અને કિશોરોમાં કુપોષણની જે સમસ્યા છે તેને પાછળ રાખી દીધી છે અને વિશ્વમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. જેમાં દર 10માંથી 1 એટલે કે 18.8 કરોડ બાળકો મેદસ્વી છે અને તે હવે બિમાર બનવા લાગ્યા છે.
પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં મેદસ્વીતા 127% વધી છે અને તેની સામે દેશમાં અલ્ટ્રા પ્રોસેસ-ફુડ જેને જંકફુડ તરીકે પણ ઓળખાય છે તેનું વેચાણ 2006માં 900 મિલિયન ડોલરથી વધીને 37.7 બિલીયન ડોલર જેવું વધી ગયુ છે.
હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મેદસ્વીતા સામે રાષ્ટ્રીય જાગૃતાની જરૂરિયાત દર્શાવી હતી. બાળકોમાં ફ્રેન્ચ ફ્રાઈઝ કે ચીપ્સ તથા વિવિધ પ્રકારના અત્યંત સસ્તા રૂા.5-10માં મળતા રેડી-ટુ-ઈટ પેકેટ ખૂબ જ પ્રિય છે તો બીજી તરફ કોલ્ડ ડ્રીન્કસનું માર્કેટ પણ વધવા લાગ્યુ છે અને તે શરીરમાં ચરબી જમાવવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તે લાંબા ગાળે શરીરના અંગોને નુકશાન પણ પહોંચાડી શકે છે.
હાલમાંજ ‘લેંસેટ’ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ બાળકો હવે ઘરમાં પરંપરાગત દાળ, રોટી, શાકભાજીથી દુર થઈ રહ્યા છે. તેઓ વધુને વધુ જંક ફ્રુટ જે અલ્ટ્રા પ્રોસેસ ફુડ છે તે તેમના માટે એક ભોજન જ બની ગયુ છે પછી તેના લંચ બોકસ હોય કે સાંજના મમ્મી ભૂખ લગી હૈ નો સમય હોય તેના માટે ઘરમાં પણ આ પ્રકારના ફાસ્ટ ફુડ મળવા લાગ્યા છે અને મમ્મી પણ ઝડપથી બની જાય તેવા રેડી-ટુ-ફ્રાય જંકફુડ ઘરમાં રાખે છે. દેશમાં આ પ્રકારના ખાદ્ય ચીજોનું વેચાણ 40% જેવું વધી ગયુ છે અને તેના કારણે બાળકોમાં મેદસ્વીતા પણ વધવા લાગી છે.
આ રીતે વૈશ્વિક સરેરાશથી વધુ દેશમાં દર 4 માંથી એક બાળક મેદસ્વીતાનો શિકાર બનવા લાગ્યા છે અને વયસ્કમાં પણ આ પ્રકારના ખોરાક વધતા 10માંથી એક ડાયાબીટીસનો શિકાર છે. કુલ 11.4% લોકો હવે ઈસ્યુલીનના સહારે છે અને દર 7માંથી 1 પ્રી- ડાયાબીટીક છે.
પેટની આસપાસ જે ચરબી જમા થાય છે તેમાં દર ત્રીજો ભારતીય આ પ્રકારે પેડુની ચરબીની સમસ્યાનો શિકાર બન્યો છે.



