પેટે પાટા બાંધી બે સંતાનને બનાવ્યા ડૉકટર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાતમાં એક કહેવત છે, પેટે પાટા બાંધવા. આ કહેવતને જૂનાગઢનાં દશનામ ગોસ્વામી સમાજના દંપતિએ સાર્થક કરી છે. તાજેતરમાં યુરો સર્જન સુપર સ્પેશ્યાલિટી માટે નીટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં જૂનાગઢના યુવા ડોકટર કરણ ગોસાઈએ ઓલ ઈન્ડિયામાં 35માં રેન્ક સાથે પાસ થયા છે. યુવાનના માતા-પિતાએ આર્થિક સંઘર્ષમાં બે સંતાનને ડોકટર બનાવ્યા છે. આ અંગે ડો. કરણના પિતા પ્રતાપ ગોસાઈએ કહ્યું હતું કે 1985માં ગ્રોફેડ મિલમાં 2000થી 2500ની નોકરી કરતા હતા. પરંતુ મીલ અચાનક બંધ થઈ ગયું હતું. જેને કારણે આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી. પુત્રી અને પુત્રના શિક્ષણમાં અસર ન પડે તે માટે બે-બે નોકરી શરૂ કરી હતી. દવાખાનામાં 1000માં નોકરી કરી હતી. બાદ પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી માટે રાત્રિના જતો હતો. છતાં પણ મુશ્કેલી પડતી હોય શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું.
પિતાએ કહ્યું, 1000 રૂપિયામાં ઘર ચલાવતા, પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા અને શાકભાજી વેંચતા
પુત્રી વૈશાખી માટે ધોરણ 11 અને 12ના ટયુશન માટે 1 લાખ રૂપિયાની ફી કટકે-કટકે ભરી હતી તેમજ પુત્રની 1.50 લાખની ફી પણ આવી રીતે જ ભરી હતી. બાદ બંને સંતાનને મેડિકલમાં એડમિશન મળ્યું હતું. ફ્રી સીટમાં એડમિશન મળ્યું હતુ પરંતુ અન્ય ખર્ચ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘર માત્ર રૂપિયા 1000માં ચલાવતા હતા અને બાકીના રૂપિયા પુત્રને મોકલતા હતા. આજે મારો પુત્ર કરણ ઓલ ઈન્ડિયામાં 35માં રેન્ક સાથે ઉત્તીર્ણ થયો છે. જૂનાગઢમાં એક માત્ર છે. હવે 3 વર્ષમાં સુપર સ્પેશ્યાલિટીનો કોર્ષ છે.