શહેર ફાટક વગરનું બને તે પ્રથમ પ્રાથમિકતા હશે: સાંસદ ચુડાસમા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે સાંસદ રાજેશ ચુડાસમાનો સત્યકાર સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં જૂનાગઢની 101 સેવાભાવી સંસ્થાએ સાંસદ રાજેશ ચુડાસમાનું ફુલહાર તથા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના ડોલરભાઇ કોટેચા સહિતની ટીમ દ્વારા અયોઘ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ આપીને સાંસદનું સન્માન કર્યુ હતુ.
- Advertisement -
તેમજ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા તથા ધારાસભ્ય સંજય કોરડીયા, ગીતાબેન પરમાર, પુનિત શર્મા, સાગર કોટેચા, વિજયસિંહ રાયજાદા, જયોતિષ માંકડ અને રાજેશ મારડીયા સહિતની સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાંસદને લોકોએ અપિલ કરી હતી કે, શહેરને રેલવે ફાટકમાંથી મુક્તિ મળે તેવા પ્રયાસો કરવા અપિલ કરી હતી અને રાજેશ ચુડાસમાએ પણ ખાત્રી આપી હતી કે, મારી પહેલી પ્રાયોરિટી હશે કે, જૂનાગઢ ફાટક લેશ બને તેવો કોલ આપ્યો હતો.