ગુનાનાં ભેદ ઉકેલવામાં પ્રથમ અને ઇ-ચલણની કામગીરીમાં રાજયમાં ત્રીજા ક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની નેત્રમ શાખાનો રાજ્યભરમાં દબદબો રહ્યો છે. રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ વધુ એક એવોર્ડ મળ્યો છે. આજ સુધીમાં નેત્રમ શાખાને સાત એવોર્ડ મળ્યાં છે. ગુનાનાં ભેદ ઉકેલવાની કામગીરીમાં પ્રથમ અને ઇ-ચલણની કામગીરીમાં રાજ્યમાં ત્રિજા ક્રમે છે.
- Advertisement -
રાજ્યના જિલ્લા દ્વારા વર્ષ 2022 ના ક્વાર્ટર-2 સમયગાળા દરમિયાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમા જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાએ સતત પાંચમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ ઇ- ચલણની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. હાર્દિક સિંહ સીસોદીયા, દેવેનભાઈ સિંધવને ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા નેત્રમ શાખાને 7 મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ 5 વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે.
પાંચેય વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે, તેમજ 2 વખત ઇ – ચલણની કામગીરીમાં નંબર મેળવ્યો છે. આ સિધ્ધી બદલ ડીઆઈજી નિલેષ જાજડીયા, એસપી રવિ તેજા વાસમસેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી એચ.ક્યું. આર.વી.ડામોર સહિતનાએ કામગીરીને બિરદાવી હતી.