કાર તણાઈ, લોકો ફસાયા, રસ્તાઓ તૂટ્યા, ઘરોમાં પાણી ઘુસ્યા, રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ શહેરમાં ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ગત સામી સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાકબકા શહેર જાણે બે કલાક સુધી બાનમાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જયારે ગિરનાર પર્વત પર મેઘરાજાનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું પહાડોમાં 6 ઇંચ અનરાધાર વરસાદ પડતા દામોદર કુંડના પાણી ભવનાથ રોડ પર ફરી વળ્યાં હતા તેમજ સોનરખ નદી અને કાળવા નદી બે કાંઠે વહેતા ભયાવક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મોતીબાગ પાસે કાળાવાના બેઠા પુલ પરથી 1 ફૂટ પાણી વહી જતા વાહનો જતા પોલીસે અટકાવ્યા હતા એજ રીતે ભવનાથ તળેટી વિસ્તારમાં જતા લોકો જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો એ સમયે ભવનાથ ભારતી આશ્રમમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો હતો અને આશ્રમની ઓફિસ સુધી પાણી ઘુસી ગયું હતું અને ભવનાથ રોડ પર 1 થી 2 ફૂટ પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ગઈકાલ સાંજે 6 વાગ્યાથી મેઘરાજાનું મેઘતાંડવ શરુ થતા શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનો ચાલકો ફસાયા હતા જેમાં દોલતપરા જીઆઇડીસી – 2 પાસેના રોડ પર 2 ફૂટ જેટલું ધસમસતું પાણીના પ્રવાહથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા અને રસ્તો થડીવાર માટે બંધ થયો હતો જયારે શહેરની એક ડઝન સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા તેની સાથે સાબલપુર ચોકડી પાસે ત્રણ વ્યક્તિ ફસાય જતા મહાનગર પાલિકાની ફાયર શાખાના જવાનોએ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ન્યુ નાગરવાડા જે.જે. કોમ્પ્લેક્ષ પાસે એક કાર ખોદેલા ખાડામાં ફસાઈ જતા જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી અને ભારે વરસાદના લીધે ઉપરકોટ, ઢાલરોડ પરથી વરસાદનું ધસમસતું પાણીનો પ્રવાહ આવતા ત્યારે પાણીના પ્રવાહમાં રેતી, કપચી અને પથ્થરો તણાઈને ગાંધીચોક રેલવે ફાટક પર આવી જતા રેલવે તંત્ર દોડતું થયું હતું
- Advertisement -
અને રેલવેના પાટા પર કચરના થર થઇ જતા તુરંત તેને હટાવ કામગીરી શરુ કરવામાં આવી હતી જેના લીધે દેલવાડા – જૂનાગઢ ટ્રેન એક કલાક જેટલો સમય મોડી આવી હતી જયારે રેલવે ટ્રેક પર કચરો જમા થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં અનરાધાર વરસાદ બે કલાક પડ્યો હતો જેના લીધે શહેર જળમગ્ન બન્યું હતું જો હજુ વધારે વરસાદ વરસ્યો હોત તો 2023 ની જળ હોનારત જેવા દ્રશ્યો જોવા મળ્યા હોત જોકે રાત્રીના 8 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા લોકોમાં અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જયારે ભારે વરસાદનું તોફાની બેટિંગ શરુ થતા મહાનગર પાલિકા, પોલીસ વિભાગ અને વન વિભાગ સાથે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેર માંથી લોકોની ફરિયાદો આવતા તુરંત એક્શન લેવાનું શરુ કર્યું હતું જેમાં રેસ્ક્યુ કામગીરી, પાણી ભરાવા, કાર જેવા વાહનો ફસાવાના બનાવોમાં ખડેપગે કામગીરી શરુ કરી દેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પણ વરસતા વરસાદે દામોદર કુંડ તેમજ ભવનાથ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેની સાથે શહેરમાં વધુ જ્યાં પાણી ભરાયા હતા તેવી જગ્યા પર પોલીસ કર્મીને ખડેપગે રહીને લોકોની વહારે જોવા મળ્યા હતા જોકે વરસાદે રાહત લેતા કોઈ મોટી ખાનાખરાબી જોવા મળી ન હતી.
ધોધમાર વરસાદ ખાબક્યા બાદ આજે ફરી ભારે ઉકળાટ
જૂનાગઢ શહેરમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી ચુક્યો છે છતાં આજે સવારથી વરસાદે વિરામ લીધો છતાં ભારે ગરમીથી ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 168 ટકા વરસાદ થયો છે તેમજ જિલ્લાના તમામ તાલુકામાં 110 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે આજે જયારે ભારે ઉકળાટ શરુ થતા ફરી સાંજે અથવા મોડી રાત્રે વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે.
જૂનાગઢ શહેરમાં બે કલાકમાં અનરાધાર વરસતા વરસાદની ભયાવહ દ્રશ્યોની બોલતી તસવીરો
- Advertisement -
6 ઇંચ અનરાધાર વરસાદ પડતા દામોદર કુંડના પાણી ભવનાથ રોડ પર ફરી વળ્યાં હતા તેમજ સોનરખ નદી અને કાળવા નદી બે કાંઠે વહેતા ભયાવક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મોતીબાગ પાસે કાળાવાના બેઠા પુલ પરથી 1 ફૂટ પાણી વહી જતા વાહનો જતા પોલીસે અટકાવ્યા હતા એજ રીતે ભવનાથ તળેટી વિસ્તારમાં જતા લોકો જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદના લીધે ઉપરકોટ, ઢાલરોડ પરથી વરસાદનું ધસમસતું પાણીનો પ્રવાહ આવતા ત્યારે પાણીના પ્રવાહમાં રેતી, કપચી અને પથ્થરો તણાઈને ગાંધીચોક રેલવે ફાટક પર આવી જતા રેલવે તંત્ર દોડતું થયું હતું અને રેલવેના પાટા પર કચરના થર થઇ જતા તુરંત તેને હટાવ કામગીરી શરુ કરવામાં આવી હતી