ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા મિલ્કત વેરાની બાકી રહેતી લેણી રકમ મુદ્દે છેલ્લા ચાર દિવસથી ઝુંબેશ શરુ કરી છે જેમાં ચોથા દિવસે વધુ 8 મિલ્કતો સીલ કરવાની કામગીરી વેરા વસુલાત શાખા દ્વારા કરવામાં આવી હતી હાલ મનપાને ભરપાઈ કરવા 100 કરોડ જેટલી રકમનો વેરો મિલ્કત ધારકો પાસે બાકી જેને અનુલક્ષીને કડક હાથે કામગીરી શરુ કરવામાં આવી છે.આ વેરા વસુલાત ઝુંબેશમાં રૂ.31 લાખની વસુલાત પણ કરવામાં આવી હતી.જયારે મનપા દ્વારા છેલ્લા ચાર દિવસમાં 83 જેટલી મિલ્કત સીલ કરવામાં આવી છે.હજુ આગામી દિવસોમાં વેરા વસુલાત માટે સીલિંગ અને વેરા વસુલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.