ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં 26 જાન્યુઆરી દેશના 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મહંત શ્રી ભીમબાપુ દ્વારા દેશના પ્રજાસત્તાક પર્વની ભાવિકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે ઉપલા દાતાર જગ્યા ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત દાતારના દર્શને પધારેલા ભાવિકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ દાતારની જગ્યામાં રાષ્ટ્રભાવનાની જ્યોત અવિરત પ્રગટેલી રહે તે માટે જગ્યાના મહંત ભીમ બાપુ દાતારની જગ્યામાં હિન્દુ ધર્મના તમામ તહેવારો ઘામ ધૂમથી ઉજવવામાં આવે છે.તેમ મહંત દ્વારા જણાવ્યું હતું.
જૂનાગઢ ઉપલા દાતારના પહાડોમાં 26 જાન્યુઆરી પર્વે મહંતના હસ્તેધ્વજ વંદન
