જૂનાગઢ ડો.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરવાના લોકોએ શપથ લીધા હતા. જૂનાગઢ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી.
જૂનાગઢના શ્રીનગર સોસાયટી, મધુરમ વિસ્તારમાં પરિશ્રમ ટાઉનશીપ, તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ઉજવણી નિમિત્તે સહભાગી બનેલા નાગરિકોએ તા.7 મેના રોજ અવશ્ય મતદાન કરવાના તેમજ મતદાન જાગૃતિના શપથ લીધા હતા.