ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લા એસપી કચેરી ખાતે બઢતી પામેલ અધિકેરીઓને એસપી દ્વારા બેઝપીન એનાયત કરવાનો એક એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જૂનાગઢ જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વાય.બી.રાણા, એમ.વી.રાઠોડ, એસ.આઈ.સુમરા, એ.ડી.વાળા, આર.પી.વણઝારાને પીઆઇ તરીકે તેમજ એએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.એમ.સોલંકી, આર.બી.દેવમુરારી અને વી.એમ.કોડીયાતરને પીએસઆઇ તરીકે બઢતી મળતા જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ ઠક્કર સહીતના અધિકરીઓ ઉપસ્થિતિમાં બઢતી મેળવનાર અધિકરીઓને બેઝપીન એનાયત કરવામાં આવી હતી.અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામને મીઠા મોઢા કરાવી શુભકામના પાઠવી હતી.
જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં બઢતી પામેલા PSI, ASIને બેઝપિન એનાયત કરાયા



