ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ પ્રજાની મિત્ર એવા સૂત્રને સાર્થક કરનાર અને લોકો વચ્ચે સત્તત ખડે પગે રહીને લોક ચાહના મેળવનાર જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીને બદલી ગાંધીનગર થતા જૂનાગઢ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા અને પાર્થ કોટેચા દ્વારા એસપીનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને વિદાય સાથે સન્માન કરાયું હતું અને શુભેચ્છા પાઠવી હતી અને જૂનાગઢ વાસીઓનો હર હંમેશ ઋણી રેહશે તેમ ડે.મેયરે જણાવ્યું હતું.
જૂનાગઢ SPની બદલી થતા ડે.મેયર દ્વારા મોમેન્ટો આપી વિદાય અપાઇ



